ધો-૮ના વિદ્યાર્થીનો વિદ્યાલયમાં ગળાફાંસો ખાઈ અાપઘાત

અમદાવાદ: ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં ૮મા ધોરણના એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ અાપઘાત કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.  અા અંગેની વિગત એવી છે કે હળવદ નજીક અાવેલા ચુપણી ગામના વતની અને ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં રાહુલ મગનભાઈ સિતાપરા નામના ૧૩ વર્ષના વિદ્યાર્થીએ શાળાના સંકુલમાં અાવેલા બાથરૂમમાં જઈ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બે માસનું વેકેશન ભોગવ્યા બાદ રાહુલ ત્રણ દિવસ અગાઉ જ શાળામાં અાવ્યો હતો.

રાહુલે શાળાના સંકુલમાં જ અાપઘાત કરતા અા ઘટનાએ અરેરાટી સાથે અનેક તર્કવિતર્કો ઊભા કર્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની તપાસ શરૂ કરી છે અને શિક્ષકોના નિવેદનો લીધા છે.

http://sambhaavnews.com/

You might also like