વાઈલ્ડ લાઇફમાં ગ્રેજ્યુએશન બાદ 14 ફૂટ લાંબા મગર સાથે પડાવી તસવીર

ટેકસાસ: અહીં મેકેન્જી નોલેન્ડ નામની છોકરીએ વાઇલ્ડલાઇફ એન્ડ ફિશરીઝ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ડિગ્રી લીધા બાદ તેણે ૧૪ ફૂટના ટેકસ નામના મગરમચ્છ સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે વાઇરલ થઇ ચૂકયો છે. લોકો તેની પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

મેકેન્જી ટેકસને પોતાનો સારો મિત્ર ગણાવે છે. તેણે બ્યુમોન્ટ રેસ્કયુ સેન્ટરમાં ઇન્ટર્નશીપ કરી છે. અહીં ૪પ૦ મગર, ઘડિયાળ અને બીજા સાપ છે. મેકેન્જીના જણાવ્યા મુજબ નામથી બોલાવતાં ટેકસ તેને જવાબ આપે છે.

હાથ હલાવતાં મેકેન્જીને પ્રતિક્રિયા પણ આપે છે. તે કહે છે કે સેન્ટરમાં મારો સૌથી સારો મિત્ર ટેકસ છે. ઇન્ટર્નશીપ દરમિયાન હું તળાવમાં ટેકસને ખાવાનું ખવડાવતી હતી.

મેકેન્જીને બાળપણથી જ સાપ અને અન્ય જાનવર પકડવાનો શોખ છે. તે કહે છે કે હું લોકોને તેના વિશે જાણકારી આપવા ઇચ્છું છું. સાચી વાત તો એ છે કે અમે આ જાનવરોનેે ઘરમાં રાખવા ઇચ્છતા નથી. તેથી આપણે તેને જંગલમાં છોડી આવીએ છીએ.

જ્યારથી ટેકસ અહીં આવ્યો છે મેં તેની પાસેથી ઘણંુ બધું શીખ્યું છે. તે શાનદાર પ્રાણી છે. બધા જ મગરમચ્છ માણસનો શિકાર કરે તેવા હોતા નથી.મેકેન્જી કહે છે કે તેણે જાનવર સાથે ઘણી વાર ફોટો પોસ્ટ કર્યો છે, પરંતુ આવો રિસ્પોન્સ પહેલીવાર આવ્યો છે.

આ પોસ્ટ પર સેંકડો લોકોએ કોમેન્ટ કરી અને ઘણી વાર ફોટો શેર કર્યો. હું જાનવરોમાં ડૂબી જવા ઇચ્છું છું અને લોકોને તેમના વિશે બતાવવા ઇચ્છું છું.

You might also like