વિદ્યાર્થિનીને પાસ કરાવી દેવાની લાલચ અાપી દુષ્કર્મ અાચરનાર શિક્ષકની ધરપકડ

અમદાવાદ: વીસનગર નજીક અાવેલા કાશાગામની સ્કૂલના શિક્ષકે એક ગરીબ વિદ્યાર્થિનીને પાસ કરાવી દેવાની લાલચ અાપી લાંબા સમય સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં અાવતા અા ઘટનાએ ચોમેર ફિટકારની લાગણી જન્માવી છે. પોલીસે ત્વરિત પગલા ભરી નરાધમ શિક્ષકની ધરપકડ કરી દુષ્કર્મનો ભોગ બનેલ વિદ્યાર્થિનીને મહેસાણાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અાપી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે વીસનગર નજીક અાવેલા કાશા ગામની ર.જો પટેલ સ્કૂલના શિક્ષક અાર.ડી. પટેલ ધોરણ ૧૦મા ભણતી એક વિદ્યાર્થિનીને પાસ કરાવી અાપવાની લાલચ અાપી હતી અને વિદ્યાર્થિનીને અવારનવાર અભ્યાસના બહાને બોલાવી તેની સાથે અડપલાં કરી તેના પર દુષ્કર્મ અાચરતો હતો. અા અંગેની જાણ વિદ્યાર્થિનીના માતા-પિતાને થતાં તેને પોતાની પુત્રીને અા સ્કૂલ છોડાવી અમદાવાદ ખાતે ભણવા મોકલી અાપી હતી. અામ છતાં અા નરાધમ શિક્ષક તેને જાનથી મારી નાખવાની ધમકી અાપતો હતો અને તેના પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ અાચરી વિદ્યાર્થિનીની નિ-વસ્ત્ર અવસ્થામાં વીડિયોક્લિપ ઉતારી હતી અને નગ્ન ફોટા પણ પાડ્યા હતા.

શિક્ષક અાર.ડી. પટેલના ત્રાસથી કંટાળેલી અા વિદ્યાર્થિનીએ છેવટે સ્કૂલ છોડી તેના મામાના ત્યાં ચાલી ગઈ હતી અને પરિવારજનોને ચર્ચા કરી છેવટે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા અા ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી ત્વરિત તેની ધરપકડ કરી લોકઅપ ભેગો કરી દીધો હતો. જ્યારે બીજી તરફ કાશા અને વીસનગરમાં પણ અા ઘટનાના કારણે લોકોમાં રોષની લાગણી જન્મી હતી અને નરાધમ શિક્ષક સામે અાકરી કાર્યવાહી કરવા માગણી ઉઠી હતી.

You might also like