‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ

૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટની કરિયરની શરૂઆત થઇ હતી. હવે ૨૦૧૯માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ આવી રહી છે. આ ફિલ્મ તારા સુતરિયા અને અનન્યા પાંડે નામની બે નવી અભિનેત્રીઓની કરિયરની શરૂઆત છે, જ્યારે અભિનેતા ટાઇગર શ્રોફે ૨૦૧૪માં ‘હીરોપંતી’ ફિલ્મથી શરૂઆત કરી હતી.

અત્યાર સુધી તેની પાંચ ફિલ્મો આવી ચૂકી છે. તારા સુતરિયા ‘બેસ્ટ ઓફ લક નિકી’, ‘ધ સ્યુઇટ લાઇફ ઓફ કરણ એન્ડ કબીર’ અને ‘ઓયે જસ્સી’ જેવા પોપ્યુલર ચાઇલ્ડ ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. અનન્યા પાંડે ચંકી પાંડેની પુત્રી છે, સાથે-સાથે ‘વિવાહ’ અને ‘બાગબાન’ ફિલ્મવાળો સમીર સોની પણ આ ફિલ્મમાં છે.
હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ પણ એક ગીતમાં જોવા મળશે.

આલિયા ભટ્ટ પણ એક ગીતમાં દેખાશે. અગાઉની ફિલ્મને કરણ જોહરે નિર્દેશિત કરી હતી. જ્યારે બીજા ભાગને પુનિત મલ્હોત્રાએ નિર્દેશિત કર્યો છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ની કહાણી પહેલી ફિલ્મ કરતાં એક બાબતે અલગ છે. અગાઉની ફિલ્મમાં બે છોકરા એક છોકરીને પ્રેમ કરતા હતા. અહીં બે છોકરીઓ એક છોકરાને પસંદ કરે છે.

ફિલ્મની કહાણી છે રોહન સાયગલ (ટાઇગર શ્રોફ), મૃદુલા મિયા શંકર (તારા સુતરિયા) અને શ્રેયા સુખડિયા (અનન્યા પાંડે)ની. રોહન દરેક હાલતમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ બનવા ઇચ્છે છે. મિયા ઇચ્છે છે કે તે ડાન્સ કોમ્પિટિશન જીતે અને બીજી શ્રેયા જે અમીર તેમજ મોઢા પર બોલી દેનારી છોકરી છે. મિયા અને શ્રેયા બંનેને રોહન સાથે પ્રેમ થાય છે. એક રીતે ત્રણેય વચ્ચે પ્રણય ત્રિકોણ બને છે. હવે જોવાનું એ છે કે કોણ ટુર્નામેન્ટ જીતે છે અને દિલ જીતવામાં સફળતા કોને મળે છે?

You might also like