વિદ્યાર્થીઅો સાથે મેયર, શહેરના અગ્રણીઅો હેરિટેજ વોક કરશે

અમદાવાદ: દેશના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો યુનેસ્કો દ્વારા અમદાવાદને અપાયો છે. તાજેતરમાં યુનેસ્કોના એક મહિલા ઉચ્ચ અધિકારીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગરમાં રૂબરૂ મળીને અમદાવાદને મળેલા વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. અમદાવાદીઓ પણ હેરિટેજ સિટીનું ગૌરવ મળવાથી આનંદિત થયા છે. આવતીકાલે સવારે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, સંસદસભ્ય મેયર, વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી, સ્થાનિક નાગરિકો, બહેરાં-મૂંગાં બાળકો સાથે ‘હેરિટેજ વોક’ કરીને આ બાળકોને શહેરની ધરોહરની ઓળખ કરાવવાના છે.

અમદાવાદ વેપારી મહાજનના મીડિયા કન્વીનર અ‌ાશિષ ઝવેરી કહે છે, આવતી કાલે સવારે ૭-૩૦ વાગ્યે કાલુપુરના સ્વામિનારાયણ મંદિરથી આરંભ થનારી હેરિટેજ વોક આશ્રમ રોડ ખાતે આવેલી બહેરાં-મૂંગાંની શાળાના ૧૦૦ બાળકો માટે ખાસ આયોજિત કરાઇ છે. મેયર ગૌતમ શાહ, સંસદ સભ્ય કિરીટ સોલંકી, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટરો કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, મયૂર દવે, ભાવનાબહેન નાયક, જયશ્રીબહેન પંડ્યા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ જયેન્દ્ર તન્ના, વીએચપીના અગ્રણી કૌશિક મહેતા, અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગિલેટવાલા તેમજ મહેન્દ્ર શાહ, એવીએમ કોર કમિટીના સભ્યો અને આગેવાને નાગરિકો ઉપસ્થિત રહેશે.

You might also like