વડોદરા ફાઇન આર્ટ્સ ફેકલ્ટીએ દારૂની બોટલથી ટલ્લી બનાવતા વિવાદ

વડોદરા : એમ.એશ યુનિવર્સિટી અને તેની ફાઇનઆર્ટ્સ ફેકલ્ટી વિશ્વ વિખ્યાત છે. ઉપરાંત તેની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી એક્ઝિબિશનની બાબતે ખુબ જ વિખ્યાત છે. ત્યારે હાલમાં જ યોજાયેલા એક્ઝિબીશન વિવાદમાં આવ્યું છે.

એક્ઝિબિશનમાં દારૂની બોટલો મુકીને ટલ્લી શબ્દ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત તંબાકુથી પણ ક્વિટ લખવામાં આવ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય જે તે બાબતમાંથી ક્વિટ કરવા માટે તે જ વ્યસન અથવા તો તેની જ વસ્તુથી સિમ્બોલ બનાવ્યા હતા.

આ થીમમાં ક્વિટ ટોબેકો, ક્વીટ આલ્કોહોલ અને ક્વીન નોનવેજ જે ખુબ જ સુંદર રીતે દર્શાવીને મેસેજ દર્શાવવામાં આવ્યો છે. જો કે હાલ પ્રશ્ન એક જ થાય છે કે કહેવાતી દારૂબંધી વચ્ચે આટલા મોટા પ્રમાણમાં દારૂની બોટલ્સ આવી ક્યાંથી. તે પણ માત્ર એક જ બ્રાન્ડની.તે હાલ એક મોટો સવાલ છે.

ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કડક દારૂબંધી માટે પણ પગલા ઉઠાવવામાં આવ્યા હતા. ઠાકોર સેના દ્વારા પણ ચારેબાજુ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે.

You might also like