ભાઇ – બહેને મળીને 3 કરોડની નવી નકલી નોટો છાપી નાખી

નવી દિલ્હી : બેંકો અને એટીએમ પર લોકો નવી નોટોની સમસ્યાથી પરેશાન છે. બીજી તરફ નકલી નોટોનો વેપાર ધૂમ થઇ રહ્યો છે. હવે બજારમાં 2 હજાર રૂપિયાની નકલી નોટો પણ આવી ચુકી છે. આ નોટોના મુદ્દે મોહાલીમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. 2 હજાર રૂપિયાના દરની 3 કરોડ રૂપિયાની કિંમતની નકલી નોટો ઝડપાઇ છે.

સૈન્ય પરિવાર સાથે સંબંધ ધરાવનારા એક બીટેક વિદ્યાર્થી અને તેની પિતરાઇ બહેને 2 હજાર રૂપિયાની લગભગ 3 કરોડ રૂપિયાની કિંમતની નકલી નોટો છાપી દીધી હતી. આશ્ચર્યજનક બાબત છે કે આરોપીઓએ લગભગ બે કરોડ રૂપિયાની નકલી નોટો બજારમાં ચલાવી પણ દીધી હતી. જેના બદલે તેઓએ 30 ટકા કમિશન લીધું હતું.

આરોપી અભિનવ વર્મા 21 વર્ષનો છે. જ્યારે તેની પિતરાઇ બહેન વિશાખા વર્મા 20 વર્ષની છે. મળતી માહિતી અનુસાર બંન્નેએ નોટોને સ્કેન કરી અને પછી મોટા પ્રમાણમાં તેની છાપણી ચાલુ કરી દીધી હતી. બંન્ને આરોપીઓએ જુની નોટો લઇને તેના બદલે નકલી 2 હજારની નોટો લોકોને પકડાવી દીધી હતી.

You might also like