ખૂબ જ અનોખું છે આ જેકેટ બટન દબાવતાં જ થવા લાગશે ઠંડીનો અહેસાસ

ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે એવામાં ગરમીઓ સામે રક્ષણ મેળવવા માટે તાજેતરમાં જ એક એસી જેકેટ લોન્ચ કરવામાં આવ્યું છે જે આ ગરમીની સિઝનમાં પણ તમને ઠંડકનો અહેસાસ અપાવશે.

જી હાં, સૂક્ષ્મ, લઘુ તેમજ માધ્યમ ઉદ્યમ રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે આ સ્પેશયલ જેકેટને બિહારના નવાદામાં પોતાના સંસદીય ક્ષેત્ર ખાનવામાં લોન્ચ કર્યું છે. મંત્રીના જણાવ્યા અનુસાર આ જેકેટ ખાનવાની કોટન અને ટેક્નોલોજીનું મિશ્રણ છે. લિનનથી બનેલા આ વિશેષ જેકેટમાં બે વિકલ્પ છે. એક લાલ બટન અને એક લીલું બટન. લાલ બટન દબાવવાથી જેકેટ ગરમી પેદા કરે છે અને લીલા બટન દબાવવાથી ઠંડક. જેકેટને બનાવનાર લોકોના જણાવ્યા અનુસાર એની ગરમી અને ઠંડકની વચ્ચે આશરે 20 ડિગ્રીનું અંતર છે.

હકીકતમાં આ જેકેટમાં બેટરીથી ચાલતા હોટ એન્ડ કોલ્ડ એર ફેન લાગેલા છે જે તાપમાનને નિયંત્રિત કરે છે. નેશનસ ઇનસ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ આ જેકેટની ડિઝાઇન તૈયાર કરી હતી. એમાં ક્લાઇમેન્ટ ગિયર ટેકનીકને લગાવવામાં એક એમઆઇટી ગ્રેજ્યુએટએ સહાયતા કરી.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના જણાવ્યા અનુસાર આ જેકેટ સેનાના જવાનો માટે એક વરદાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે દુનિયાની સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં તૈનાત સેનાના જવાન આ જેકેટ જલ્દીથી બજારમાં આવવાની સંભાવના છે. હાલમાં એક હાફ જેકેટની કીંમત 18 હજાર રૂપિયા અને ફુલ સ્લિવ વાળા જેકેટની કિંમત 25 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like