વડોદરા: વાઘોડિયા ગામમાં મોડી રાત્રે અશાંતિ, બે કોમનાં ટોળાંનો સામસામે પથ્થરમારો

અમદાવાદ: વડોદરા નજીક આવેલા વાઘોડિયા ગામમાં ગઇ મોડી રાત્રે કોમી અથડામણ થતા ભારે તંગદિલી છવાઇ હતી. તોફાને ચડેલા બે કોમનાં ટોળાંએ આમને સામને આવી જઇ જોરદાર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ વાઘોડિયામ ગામ નજીક આવેલી જયઅંબે ચોકડી પાસે આવેલી સોડાની દુકાન પર બે યુવાનો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ થોડી જ વારમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા બંને કોમના ટોળાં જોતજોતામાં એકત્ર થઇ ગયા હતા અને આમને સામને આવી જઇ જોરદાર પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી.

બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાફલા સાથે આવી જઇ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા બળનો ઉપયોગ કરી મામલો થાળે પાડી સઘન પેટ્રોલિંગ શરૂ કરી કડક જાપ્તો ગોઠવી દીધો છે.

You might also like