જાણો…પ્રેમમાં એક છોકરી કરે છે કેટલું સહન

નવી દિલ્હી: મોટા થવાની સાથે છોકરીઓની જીંદગીમાં ઘણી જાતના ફેરફાર થાય છે. શારિરીક અને સામાજિક રૂપથી તેમની જીંદગી પૂરેપૂરી બદલાઇ જાય છે. પરંતુ સૌથી મોટો ફેરફાર ત્યારે આવે છે જ્યારે તેમની જીંદગીમાં કોઇ છોકરો આવે છે. એક બાજુ તે જીંદગીને નવી રીતે જોવાની શરૂ કરે છે. ત્યાં તેમને નવા સ્ટ્રગલ પણ કરવા પડે છે.

ખાસ કરીને જ્યારે છોકરી સ્કૂલ કે કોલેજમાં હોય અને છોકરા સાથે ડેટ કરી રહી હોય તો એની સામે ઘણી નવી મુશ્કેલીઓ ઊભી થઇ જાય છે. બની શકે છે તમે પણ તમારા એ દિવસોમાં આ સ્ટ્રગલને ફેસ કર્યો હોય ક્યાંતો કરી રહ્યા હોય.

1. જો તમે કોઇ છોકરાને ડેટ કરી રહ્યા છો તો તમારો ફોન તમારી લાઇફ લાઇન થઇ ગયો હશે. તે પહેલા તમે લાપરવાહી રાખીને તમારો ફોન ગમે ત્યાં મૂકી દેતા હશો પરંતુ તમે હવે ફોનને તમારી સાથે બાથરૂમમાં પણ લઇ જવાનું નહીં ભૂલતા હોવ. પરંતુ શું થશે કોઇ દિવસ તમારી મમ્મી તમારો મેસેજ વાંચી જશે તો.

2. તમને તમારો બોયફ્રેન્ડ તમારા ઘરની પહેલી ગલીના ખાંચા પાસે મૂકીને જતો હશે કારણ કે કોઇ તમને બાઇક કે કારમાંથી ઊતરતા ના જોઇ લે તે માટે. હે ને?

3. તમે તમારા બોયફ્રેન્ડનું નામ તમારી બેસ્ટ ફ્રેન્ડના નામે સેવ કર્યું હશે કારણ કે ઘરવાળાઓ તેનો ફોન આવા ઉપર શક કરે નહીં તે માટે .

4.તમારો બોયફ્રેન્ડ તમને તેના ગ્રુપ સાથે ફરવા લઇ જવા ઇચ્છતો હશે પરંતુ તમારી માં તમને નહીં જવા દેતી હોય. તેમનું કહેવું હશે કે તે ગ્રુપમાં વધારે છોકરાઓ છે એટલે તુ નહીં જાય. શું તમે દુખી છો?

5. તમને પી.જીમાં રહેનારી છોકરીઓને જોઇને ઇર્ષા થતી હશે કારણ કે તે તેમના બોયફ્રેન્ડની સાથે નાઇટ આઉટ કરતી હશે. પરંતુ તમે ઘરમાં પરિવાર સાથે રહો છો અને તમે 8 વાગ્યા પછી ક્યાંય જઇ શકતાં નથી.

6. ઘણીવાર તમે તમારા બોયફ્રેન્ડનો ફોન ઉપાડીને રોંગનંબર બોલીને કાપી નાખ્યો હશે કારણ કે તમારાં પેરેન્ટસ તમારી આજુબાજુ જ બેઠા હોય છે.

7. તમે ઘણીવાર એવી રીતે વાત કરતાં હશો જાણે કે કોઇ છોકરી હોય.

8. રાતે તમને એની સાથે વાત કર્યા વગર ઊંઘ આવતી નહીં હોય તમે તમારા ઘરના લોકો સાથે જમવાનું નહીં જમીને તમે એકલા તમારા રૂમમાં જમતા હશો.

9. તમે તમારા બોયફ્રેન્ડની સાથે ફરવા જાવ છો તો તમે તમારી બેસ્ટ ફ્રેન્ડને કહી દો છો કે મમ્મીનો ફોન આવે તો કહી દેજે કે હું તારી સાથે છું.

You might also like