એક સમયે ગુરુદ્ઘારામાં ભોજન કરતો, આજે IPLમાં બનાવી દીધો ઇતિહાસ

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ઘ પોતાના હોમગ્રાઉન્ડમાં IPL 2018ની એક મેચમાં રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી, 63 બૉલમાં 128 રન ફટાકરીને IPLની પહેલી મેચમાં સેન્ચુરી કરીને રેકોર્ડ્સ બનાવી દીધા. ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરી ચૂકેલા 20 વર્ષીય યુવા વિકેટકિપર બેટ્સમેનને સરળતાથી સફળતા નથી મળી, તેના માટે સખત પરિશ્રમ અને સંઘર્ષ કર્યો છે.

શાનદાર પરફૉર્મન્સ પર ટીમ ઇન્ડિયાની T-20 ક્રિકેટ ટીમની જગ્યા બનાવનારા રિષભ પંતે રણજી ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સેન્ચુરી કરનારા ક્રિકેટર તરીકે પણ ઓળખાય આવે છે.

આ યુવાન બેટ્સમેનની આક્રમક પ્રતિભા અંડર-19 વર્લ્ડ કપ દરમ્યાન સામે આવી છે. 2016માં બાંગ્લાદેશમાં રમાયેલા વિશ્વ કપમાં રિષભ પંતે આક્રમકતાથી પ્રદર્શન કર્યુ હતું. જોકે, ફાઈનલમાં ટીમ ઇન્ડિયાને વેસ્ટઈન્ડિઝ તરફથી પરાજયનો સામનો કરવો પડ્યો. પરંતુ ટીમ ઇન્ડિયાને રિષભ પંતમાં ભવિષ્યનો સિતારો દેખાતો હતો. ત્યારબાદ IPLમાં દિલ્હી ડેયર ડેવિલ્સની ટીમમાં પંતને સ્થાન મળ્યું તો 2016માં તેમણે પ્રથમ રણજી મેચ રમી હતી.

આ સફળતા હાંસલ કર્યા પહેલાં રિષભ પંતે ઘણાં દુ:ખી દિવસોમાંથી પસાર થવુ પડ્યું હતું. એક સમય હતો કે પંતે ગુરૂદ્વારામાં રાત વિતાવવી પડતી હતી અને લંગરનું ભોજન જમીને તેઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતા હતાં. ફેબ્રુઆરી 2017માં ટીમ ઈન્ડિયા માટે અંદાજે 19 વર્ષમાં ઈગ્લેન્ડની વિરુદ્ધ યોજાયેલી T-20 મેચમાં ડેબ્યુ કરતા પહેલા પંતે ઘણું સહન કર્યુ અને સખત પરિશ્રમ કર્યો. બાદમાં આ સ્થાને તેઓ પહોંચ્યા છે.

દિલ્હીના પ્રખ્યાત ક્રિકેટ ક્લબ સોનેટમાં જ પંતે ક્રિકેટમાં રમાતી ઝીણવટ વસ્તુઓનું અધ્યયન કર્યું હતું. ઘણાં આંતરરાષ્ટ્રીય ખેલાડી આપનારા આ ક્લબના કોચ તારક સિન્હાએ જણાવ્યું હતું કે તેઓ એક ટેલેન્ટ હન્ટ કરાવતા હતાં. ત્યારબાદ તેઓ રૂડકીથી દિલ્હી ફક્ત આ ટેલેન્ટ હન્ટમાં ભાગ લેવા આવ્યા હતાં.

રાજધાની દિલ્હીમાં તેમની કોઈ ઓળખાણ નહોતી, એટલે તેઓ મોતીબાગ ગુરૂદ્વારામાં રોકાતા હતાં. ત્યાં જ લંગર નાખી પ્રેક્ટિસ માટે આવતા હતાં. સોનેટ ક્લબમાં પસંદ થયા બાદ પંત કેટલાક દિવસો સુધી ગુરૂદ્વારામાં આવન-જાવન કરતા હતાં. કેટલાંક મહિનાઓ સુધી આ ઘટનાક્રમ ચાલ્યો અને ધીરે-ધીરે પંતે પોતાની મહેનત અને પ્રતિભાની શક્તિએ પોતાનું નામ બનાવ્યું.

જે પછી રિષભ પંતે ભાડાં પર રૂમ રાખ્યો હતો અને પછી તેની સકસેસથી સૌ કોઇ વાકેફ છે. તેમના કોચ મુજબ, પંતમાં અદ્ભૂત પ્રતિભાની સાથે-સાથે મહેનતુ પણ છે. સોનેટ ક્લબમાંથી નિકળી પંતને ભારતના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડની કોચિંગમાં અંડર-19માં રમવાની તક મળી હતી. દ્રવિડે આ ખેલાડીમાં ક્રિકેટની કલાને શોધી કાઢી અને પંતની પ્રતિભાના દમ પર તેને નવી ઉંચાઈઓ સર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું.

You might also like