જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતાવણી

જાપાનઃ જાપાનના પૂર્વોત્તરમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતાવણી આપવામાં આવી છે. ભૂકંપના ઝટકા ફુકુશિમા પ્રાંતમાં લાગ્યા હતા. ભૂકંપના ઝટકા ટોક્યોમાં પણ અનુભવાયા હતા. જ્યાં અનેક ઇમારતો હલી ગઇ હતી. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.3 હતી. પરંતુ બાદમાં 6.9 જેટલી થઇ હતી. કુકશિમા પરમાણુ સંયંક્રમાં ત્રીજા રિક્ટરમાં કુલિંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે પ્લાન્ટને કોઇ જ નુકશાન થયું ન હતું.

માર્ચ 2011માં ભૂકંપ અને સુનામીમાં કુકુશિમાં સ્થિત તેપકો દાઇચિ ન્યૂક્લિયર પ્લાન્ટને ખૂબ જ મોટુ નુકશાન થયું હતું. ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યે થયો હતો. 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ બાદ આવેલી સુનામીની લહેરોને કારણે ફુકુશિમામાં પરમાણુ સંયત્રને ખૂબ જ નુકશાન થયું હતું. ચેતાવણી આપવામાં આવી છે કે સમુદ્રમાં 10 ફૂટ મોજાઓ ઉછળી શકે છે. વર્ષ 2011માં કુકુશિમામાં ભૂકંપ બાદ સુનામીમાં 18 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા હતા. તો અનેક ગુમ પણ થયા હતા.

visit: sambhaavnews.com

You might also like