રાજ્યમાં ઓરેન્જ એલર્ટ..! બંગાળની ખાડીમાં સર્જાયું સ્ટ્રોંગ લો-પ્રેશર

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાયો છે. પરંતુ આગામી બે દિવસ મધ્ય લેવલે રચાયેલા સેરઝોનથી 11 જુલાઈથી બે દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે 13મી જુલાઈથી બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ લો-પ્રેશર સર્જાશે અને તેના કારણે 14થી 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની શકયતા છે.

તો હાલ ગુજરાતમાં સરેરાશ વરસાદ કરતા 46 ટકાની ઘટ સરભર થવાની પ્રબળ શકયતા હવામાન વિભાગે કરી છે. તો હવામાન વિભાગે 11મી જુલાઈથી બે દિવસ માટે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ છે.

હાલ દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો વાતાવરણના મધ્ય લેવલે પૂર્વ-પશ્ચિમ ના પવનો ભેગા થયા છે. જને સેરઝોન કહે છે. આ સેરઝોન 19 ડિગ્રી ઉતર તરફ છે. જેથી હાલમાં મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

આ સેરઝોન આગામી બે દિવસમાં ગુજરાત તરફ આગળ વધશે. જેથી 11મી જુલાઈથી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની વકી છે.

You might also like