બંધના સમર્થનમાં શહેરના છ હજાર સફાઈ કામદારો હડતાળ પર

અમદાવાદ: આજના ગુજરાત બંધનાં એલાનમાં સવારથી જ સમગ્ર શહેરના ૬,૦૦૦થી વધ સફાઇ કામદાર જોડાતાં અમદાવાદની રોડ રસ્તાની સફાઇ વ્યવસ્થા ઠપ થઇ ગઇ હતી. જનસંઘર્ષ મંચ સંલગ્ન સફાઇ કામદાર પોતાને કાયમી કરવા સહિતની માગણીઓના સંદર્ભમાં અગાઉ મ્યુનિ. હેલ્થ વિભાગને અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી હતી, પરંતુ આજે લગભગ ૬,૦૦૦ સફાઇ કર્મચારી ગુજરાત બંધના એલાનને સમર્થન આપતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકી કહે છે કે, “નવા પશ્ચિમ ઝોનના ૧પ૦૦ સફાઇ કર્મચારી ગુજરાત બંધના એલાનમાં જોડાયા છે. જોકે આજની હડતાળ અંગે તંત્રને કોઇ નોટિસ અપાઇ ન હતી.”

દરમિયાન જનસંઘર્ષ મંચના કન્વીનર અમરીશ પટેલ કહે છે કે, “નવા પશ્ચિમ ઝોનના ૧પ૦૦ ઉપરાંત પશ્ચિમ ઝોન, દ‌િક્ષણ ઝોન અને પૂર્વ ઝોનના સફાઇ કામદાર મળીને કુલ ૬,૦૦૦થી વધારે સફાઇ કામદાર આજના ગુજરાત બંધના એલાનને સમર્થન આપ્યું છે. આજે સાંજે અચોક્કસ મુદત સુધીની હડતાળ અંગે અન્ય અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાશે.”

You might also like