દ્વિચક્રી વાહનો માટે આવશે સખત નિયમો

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ખૂબ જ જલદી દ્વિચક્રી વાહનો માટે સખત નિયમોની જાહેરાત કરવા જઈ રહી છે. સૌથી વધુ વેચાનાર દ્વિચક્રી વાહનોમાં પણ ખાસું યોગદાન હોય છે. તો હવે અે માટે નિયમોની જાહેરાત પણ આ જ અઠવાડિયે થઈ શકે છે.

દ્વિચક્રી વાહનો કાર કરતાં ચારથી પાંચ ઘણો વધુ નાઈટ્રોજન અોક્સાઈડ છોડે છે. હવે સરકારની નક્કી કરેલી ગાઈડ લાઈન મુજબ દ્વિચક્રી વાહનોઅે પણ ઉત્સર્જન નિયમોનું પાલન કરવું પડશે.

૨૦૧૪-૧૫માં દેશમાં ૧.૯૭ કરોડ વાહન વેચાયાં હતાં. જેમાં દ્વિચક્રી વાહનોની સંખ્યા ૧.૬ કરોડ હતી. લગભગ આ દાખલો ૨૦૧૩-૧૪નો પણ છે. આ પહેલાં પણ દ્વિચક્રી વાહન નિર્માતા યુરો ૪ સ્ટાન્ડર્ડના સખત ઉત્સર્જન નિયમોનો વિરોધ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી માઈલેજ પર અસર થશે.

You might also like