સરકારનો Strict Order, જો સ્કૂલ લેશે વધારે ફી, તો વાલીને પરત કરવી પડશે બમણી ફી

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ફી વધારા મુદ્દે વાલીઓ વિરોધ કરી રહ્યાં હતા. તેમ છતાં સ્કૂલના સંચાલકો નિયમોની ઐસીતૈસી કરીને 15 ટકા વધારો રાખ્યો હતો. ત્યારે આ સમગ્ર મુદ્દે સરકારે લાલ આંખ કરી છે, અને કહ્યુ કે છે કે, જે સ્કૂલ વધારે ફી લેશે. તેણે વાલીઓને બમણી ફી પરત આપવી પડશે. ફી વધારા નિયંત્રણ પર સરકાર મક્કમ થઇ છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફી વધારા મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેને લઇને વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત ખટરાગ ચાલી રહ્યો હતો. જેના પગલે શિક્ષણવિભાગે સ્કૂલ સંચાલકો સામે લાલ આંખ કરી છે. અને ફી વધારે મુદ્દે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ભુપેદ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું છે કે ગુજરાત સરકારે વિધાનસભામાં ફી સુધારણા વિધેયક પસાર કર્યું છે અને હાલ રાજ્યપાલ પાસે આ બીલ સહી માટે પહોંચી ગયું છે.

ચુડાસમાએ પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે, શાળાઓ સરસ્વતીનું મંદિર છે કોઈ વેપારનું ધામ નથી. આ વિદ્યાનું મંદિર છે નેતાગીરીનું સાધન નથી. નિવૃત ડિસ્ટ્રિટ જજના વડપણ હેઠળ કમિટી પણ નક્કી થશે. તેમાં વાલીઓ અને સંચાલકોનો પણ સમાવેશ કરાશે. આ વિધેયકનો અમલ નવા સત્રથી જ થઇ જશે. જેનું સંચાલકોએ ફરજીયાત પાલન કરવું જ પડશે.

ફી સુધારા વિધેયક પર ભૂપેદ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં કહ્યું કે જો સંચાલકો રાજ્ય સરકારના નિયમોનું પાલન નહીં કરે તો પહેલી વખત 5 લાખ, બીજી વખત 10 લાખ અને ત્રીજી વખતમાં શાળાની માન્યતા રદ કરી દેવાશે. શાળા ફી બાબતનું સુધારા વિધેયક મધ્યમવર્ગના વાલીઓને ધ્યાનમાં રાખીને પસાર કરાયું છે તેમાં કોઇ જ ફેરફાર થશે નહીં. સરકાર પોતાના નિર્ણય પર અડગ જ રહેશે. વાલીઓને પણ કહ્યું કે તેઓ ત્રિમાસિક ફી થી વધારે ના ભરે. ચુડાસમાએ એવું કહ્યું કે સંચાલક અને વાલીના પ્રતિનિધિની એક કમિટી બનશે. મને આ દરમ્યાન એવી પણ માહિતી મળી છે કે કેટલાંક ખરેખર વાલી નથી છતાં કોઇ અંગત સ્વાર્થ માટે વાતાવરણને બગાડી રહ્યાં છે. ત્યારે મારી રજૂઆત છે કે સાચા વાલીઓ સંચાલકને મળે અને બેસીને નીવેડો લાવે. વાલી ત્રિમાસિકથી વધારે ફી ભરે નહીં, સંચાલકોએ પણ ત્રિમાસિકથી વધારે ફી લેવી નહીં.

નવા શૈક્ષણિક સત્રથી જ નિર્ણય લાગુ પડશે. વાલી ફી નહીં ભરે તો પણ સંચાલકે બાળકનું પરિણામ આપવું પડશે જ. સરકારના નિર્ણયથી 80% જનતાને ફાયદો થશે. ફી સુધારણા વિધેયક બીલ ગર્વનર પાસે છે જે ટૂંક સમયમાં પાસ થશે. શિક્ષણમંત્રીએ ખાસ ઉદાહરણ આપીને કહ્યું કે, જે શાળાઓ રૂ.15000થી વધારે ફી લે છે તેને ઘટાડવી પડશે. અને જો કોઇ સંચાલક રૂ.10000 સુધીની ફી વસૂલે છે અને હવે વધારવી હશે તો તેને કમિટી પાસે ફી વધારા માટે રજૂઆત કરવી પડશે અને મંજૂરી બાદ જ તે વધારી શકશે.

http://sambhaavnews.com/

You might also like