વિદ્યાર્થીઓને કારણદર્શક નોટિસ વગર LC આપનાર શાળાઓ સામે થશે કડક કાર્યવાહી

ગુજરાતઃ કારણદર્શક નોટિસ વગર જે શાળાઓ વિદ્યાર્થીઓને LC પકડાવી દે છે તેવી શાળાઓ સામે હવે સકંજો કસાઈ શકે છે. એક સમય એવો પણ આવી શકે છે કે શાળાને તાળા પણ વાગી શકે છે.

રાજ્યબાળ અધિકાર આયોગે આ દિશામાં પોલીસને કાર્યવાહી કરવા અંગેનાં આદેશ આપ્યાં છે. જેનાં ભાગ રૂપે ગુજરાત ચાઈલ્ડ પ્રોટેકશન કાઉન્સીલનાં નેજા હેઠળ પોલીસે રાજ્યની 9 શાળાઓ સામે તવાઈ બોલાવાઇ છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 9 શાળાઓ એવી હતી કે જેમણે કોઇ પણ કારણ વગર વિદ્યાર્થીઓને LC પકડાવી દીધાં હતાં. જેને પગલે પોલીસે શાળાનાં સંચાલકો અને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

જો વાત અમદાવાદની કરીએ તો આર.પી. વાસાણી અને DPS સ્કૂલ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે. તો વડોદરાની ડીવાઈન લાઈફ, શૈશવ અને નવરચના સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

હવે વાત જો સુરતની કરીએ તો શહેરની એલ.પી સવાણી તથા રેડીયન્ટ ઈન્ટરનેશલ સ્કૂલ તેમજ DPS અને એસ્સાર ઈન્ટરનેશનલ સ્કૂલ સામે પણ પોલીસ જુવેનિઅલ જસ્ટીસ એકટની કલમ 75 મુજબ કાર્યવાહી કરશે.

You might also like