કસ્ટમ-એક્સાઇઝના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મોદીનો આદેશ

નવી દિલ્હી: વડા પ્રધાન મોદીએ કસ્ટમ અને સેન્ટ્રલ એકસાઇઝના અધિકારીઓ સામે થઇ રહેલી ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ જારી કર્યો છે. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાને લાગુ કરવા માટે બનાવેલી પ્રગતિ કમિટીની બેઠક યોજી હતી, જેમાં કસ્ટમ અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ વિરુદ્ધની ફરિયાદો પર ચર્ચા થઇ હતી.

મોદીએ તમામ સચિવોને ફરિયાદ અંગે તત્કાળ એક ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ માટે વ્યવસ્થા કરવા પણ આદેશ કર્યો હતો. વડા પ્રધાને આ આદેશ પ્રગતિની નવી બેઠક દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપ્યો હતો. પ્રગતિ એક આઇટી આધારિત મલ્ટિમોડલ પ્લેટફોર્મ છે, જેના પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ કેન્દ્રીય વિભાગો અને રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે સંવાદ કરે છે.

You might also like