સ્ટ્રેસના કારણે ડોગીના વાળ પણ સફેદ થવા લાગે છે

ટેન્શન, તાણ અને સ્ટ્રેસથી માત્ર માણસો જ ત્રસ્ત છે એવું માનવાની જરૂર નથી. માનવોના વફાદાર દોસ્ત એવા ડોગીઓ પણ સ્ટ્રેસની માઠી અસરોમાંથી બાકાત નથી. સ્ટ્રેસને કારણે અકાળે વાળ સફેદ થવાની સમસ્યા માણસોમાં જ નહીં, ડોગીઓમાંપણ જોવા મળી છે. બ્રિટનના રિસર્ચરોએ લગભગ ૪૦૦ ડોગીનો અભ્યાસ કરીને નોંધ્યું છે કે એકથી ચાર વર્ષની વયના પાળતુ ડોગીઓમાં પણ સ્ટ્રેસને કારણે વાળમાં સફેદી થવાની શરૂ થઈ જાય છે. જે ડોગીઓને ખૂબ બધા અવાજમાં રાખવામાં અાવે છે અથવા તો એમને અનુકૂળ ન હોય એવી સ્થિતિમાં રાખવાની તેમ જ અઘરી તાલીમ અાપવાની કોશિશ કરવામાં અાવે છે એમના વાળ અકાળે સફેદ થવા લાગે છે.
http://sambhaavnews.com/

You might also like