હવે ઘરે બનાવો આ રીતે મજેદાર સ્ટ્રૉબેરી મસ્તી

સ્ટ્રૉબેરી મસ્તી બનાવવા માટેની સામગ્રીઃ
દૂધઃ 2 કપ
મિલ્ક પાવડરઃ 2 ટી સ્પૂન
ખાંડઃ 1 ટી સ્પૂન
સ્ટ્રૉબેરી ક્રશઃ 2 ટેબલ
કેન્ડી મોલ્ડ્સ

સ્ટ્રૉબેરી મસ્તી બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તો તમે એક તપેલી અને દૂધ લઇ લો. તે તપેલીમાં તમે દૂધને ગરમ કરો. ત્યાર બાદ તે ગરમ દૂધની અંદર મિલ્ક પાવડર અને ખાંડ નાખી તેને ઓગાળી બરાબર ઠંડુ પડવા દો.

હવે જ્યારે તે ઠંડુ થઇ જાય એટલે પછી તેમાં સ્ટ્રૉબેરી ક્રશ નાંખો. તેને સરસ રીતે મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને કેન્ડી મોલ્ડ્સમાં ભરી તેને ડીપ ફ્રીઝમાં જામવા માટે મૂકી દો. તે બરાબર મસ્ત જામી જાય પછી તેને ગરમીમાં ઠંડક મેળવવા માટે એક પછી એક મૉલ્ડમાંથી કાઢીને ખાતા રહો.

સ્ટ્રૉબેરી ક્રશની જો વાત કરીએ તો તે બહાર માર્કેટમાં પણ મળે છે કે જેમાં જરૂરીયાત પૂરતી ખાંડ પણ હોય છે. જેથી સ્વાદ મુજબ ખાંડને વધારી ઘટાડી શકાય. પરંતુ જો સ્ટ્રૉબેરી ક્રશ ઘરે બનાવેલ હોય તો તમે ખાંડને બદલે તેમાં ક્રશ નાખી શકો છો. જેથી તેનાં સ્વાદમાં પણ ફેરફાર કરી શકાય.

સ્ટ્રૉબેરી મસ્તી તૈયાર કર્યા બાદ જો તેની ઉપર સજાવટ કરવા માગતા હોવ તો તમે તેની ઉપર કાજુ, પીસ્તા, ઇલાયચી અને દ્રાક્ષ જેવાં ડ્રાયફ્રુટ્સ પણ તેની ઉપર ભભરાવી શકો છો.

 

You might also like