સ્ટ્રોબેરી ખાવાથી પાચનતંત્ર સ્વચ્છ રહે છે

બ્રિટનના ન્યૂટ્રિશનિસ્ટોનું કહેવું છે કે સ્ટ્રોબેરી માત્ર દેખાવમાં નહીં, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તેમાં વિટામીન સીનું પ્રમાણ ઓરેન્જ જેટલું જ હોય છે અને ફાઇબર ઓરેન્જ કરતા વધુ હોય છે. સ્ટ્રોબેરીને લાલ રંગ બક્ષતું એન્થોસાઇનિન નામનું કેમિકલ શરીરને અનેક રીતે ફાયદો કરે છે. આ કેમિકલ લીવર અને પાંચનતંત્રમાં રહેલા ટોક્સિનને શરીરમાંથી બહાર ફેંકી દે છે. આંખનું વિઝન ટકાવી રાખવામાં પણ તેનો મહત્ત્વનો ભાગ છે. નિયમિતપણે સ્ટ્રોબેરી ખાવાથી એ જ રિલેટેડ વિઝન લોસની શક્યતાઓ ૩૬ ટકા ઘટે છે.

You might also like