આ છે ભાઇ બીજ પાછળની સાચી કથા

મથુરા: પાંચ દિવસના દીવાળીના અંતિમ દિવસે એટલે કે યમદ્વિતીયાએ જે ભાઇ બહેન યમુનામાં સ્નાન કરે છે, તેમને યમ ફાંસથી મુક્તિ મળે છે. આ દિવસે બહેન ભાઇના માથા પર તિલક કરીને એના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે.

આ છે સ્ટોરી

સૂર્યની પુત્રી યમુના શાપિત થઇને નદીના રૂપમાં પોતાના ઉદગમ સ્થળ ઙિમાલયથી પ્રવાહિત થઇને વિભિન્ન્ સ્થળો પર ભ્રમણ કરતાં મથુરા પહોંચી. અહીં યુમના મહારાણીએ વિશ્રામ કર્યો. યમુનાના મોટા ભાઇ અને સૂર્યપુત્ર યમરાજ બહિન યમુનાને મળવા આવ્યા. અહીં ભઆઇ બહેનનું ભાવુક મિલન થયું. યુમનાએ ભાઇના માથા પર મંગળ તિલક કર્યુ તો યમરાજે બહેનને ભેટ માંગવાનું કહ્યું, યમુનાએ કહ્યું કે જે સ્થાન પર આપણું મિલન થયું છે ત્યાં કોઇ પણ ભાઇ બહેન મારા પાણીમાં સ્નાન કરશે તો તે યમલોકના કષ્ટોથી મુક્ત થઇ જશે. પ્રસન્ન યમરાજે યમુનાને ઉપહાર સ્વરૂપ વરદાન પ્રદાન કર્યું. ત્યારથી કાર્તિક સુદ બીજે ભાઇ બહેન એક સાથે યમુનામાં સ્નાન કરવા આવે છે.

યમુના જી અને ધર્મરાજની થાય છે પૂજા

યમુનાના 25 ઘાટો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આ તહેવારને ઉજવવા આવે છે. સ્નાન બાદ વિશ્રામ ઘાટ સ્થિત યમુના મહારાની અને ધર્મકૉરાજ મંદિરમાં પૂજા અર્ચના કરીને વસ્ત્ર, શ્રૃંગાર સામગ્રી અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ બહેન ભાઇને તિલક કરે છે અને ભાઇ બહેનને ભેટ આપે છે.

You might also like