ઇસ્લામને શાંતિનો ધર્મ કહેવાનું બંધ કરો : તસલીમા નસરીન

નવી દિલ્હી : બાંગ્લાદેશની જાણીતી લેખિતા તસ્મીલા નસરીને ઢાકામાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ઇસ્લામ અને બાંગ્લાદેશ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જેનાં પગલે હાલ હોબાળો મચી ગયો છે. તેનું કહેવું છે કે ઇસ્લામને શાંતિનો ધર્મ કહેવાનું બંધ કરી દેવું જોઇએ. ઢાકા હૂમલામાં 20 વિદેશીઓનાં મોત બાદ તસ્લીમાએ રવિવારે એક પછી એક ટ્વિટ્સ કરવાનું ચાલુ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે બાંગ્લાદેશ વૈશ્વિક આતંકવાદને સમર્થન કરતો એક મહત્વનો દેશ છે.

બાંગ્લાદેશીઓએ 36 દેશોમાં આતંકવાદી સંગઠનોને જોઇન કર્યા છે. સલીમ સમાદ. કૃપા કરીને માનવતા માટે હવે તે કહેવાનું બંધ કરી દો કે ઇસ્લામ શઆંતિનો ધર્મ છે. હવે તે નથી. તસ્લીમાએ આગળ લખ્યું કે ઢાકા હૂમલાનો આરોપી નિબ્રસ ઇસ્લામ તુર્કી હોપ્સ સ્કૂલ, નોર્થ સાઉથ અને મોનાશ યૂનિવર્સિટીમાં ભણી ચુક્યો હતો. ત્યાર બાદ તેનું ઇસ્લામનાં નામે બ્રેનવોશ કરવામાં વ્યાં અને તે આતંકવાદી બની ગયો. ઢાકા હૂમલાનાં તમામ આતંકવાદીઓ સારા પરિવારમાંથી અને સારી શાળાઓમાંથી આવ્યા હતા.

કૃપા કરીને તેમ ન કહેશો કે ગરીબી અને નિરક્ષરતા લોકોને ઇસ્લામીક આતંકવાદી બનાવે છે. ઇસ્લામિક આતંકવાદી બનવા માટે તમારે ગરીબી, નિરક્ષરતા, ટેન્શન, અમેરિકી અથવા તો વિદેશ નીતી, ઇઝરાયલેલનાં કાવતરા વગેરે કારણોની જરૂર નથી. તમારે માત્ર ઇસ્લામની જ જરૂર છે. તેટલું જ પુરતુ છે કે તમે ઇસ્લામને માનો છો.

You might also like