ટીખ્ખળીખોરોની અવળચંડાઇ સિંહ પર પથ્થર મારો કર્યો

અમરેલી : એક તરફ ગુજરાત સરકાર સિંહોના સુરક્ષાને લઈને ચિંતિત છે તો બીજી તરફ અમરેલીમાં સિંહોની પાછળ ટ્રેકટર દોડાવીને સિંહો પર પથ્થર ફેંકતો વીડિયો વાયરલ થયો હતો. વાઈરલ થયેલો આ વિડીયો ધારી ગીર પૂર્વના આંબરડી, ધોળીકુઈ અથવા જેસરનો ગેબર વિસ્તારનો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સિંહ આરક્ષિત વિસ્તારમાં ટ્રેકટર ઘુસાળીને સિંહ પર પથ્થર મારો કરી પરેશાન કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સિંહના સંરક્ષણ પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેવા સમેય અભ્યારણ્યમાં સિંહની આ પ્રકારે રંઝાડ કેટલી હદે યોગ્ય છે.

બીજી તરફ જેના સંરક્ષણ પાછળ ફોરેસ્ટ વિભાગને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તે ફોરેસ્ટ વિભાગ શું કરી રહ્યું છે. ઉપરાંત આ ટ્રેક્ટર અંદર કઇ રીતે ઘુસ્યુ તે જ એક મોટો સવાલ છે. હાલ તો આ વીડિયો બહાર આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું છે.

You might also like