અમરાઈવાડીમાં મોડી રાત્રે પોલીસવાન પર પથ્થરમારો

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ શિવાનંદનગરના ખુલ્લા મેદાનમાં રાત્રે કોઇ મારામારી અંગેનો પોલીસ કંટ્રોલને મેસેજ મળતાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ત્યાં ગઇ હતી. પોલીસને જોઇ પાંચેક જણા દોડયા હતા. જેમાંથી કેટલાકે વાન પર પથ્થર ફેંકતાં વાનનો કાચ તૂટી ગયો હતો. પોલીસ પર પથ્થરમારાની ઘટના બનતાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. પોલીસે આઠ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શિવાનંદનગરમાં આશા પાન પાર્લર પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો હથિયારો સાથે સજ્જ થઇ મારામારી કરવા આવે છે તેવો પોલીસ કંટ્રોલ રૂમને મેેસેજ મળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા કેટલાક શખસે પીસીઆર વાન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ વાનનો કાચ તૂટી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

You might also like