હૂમલાથી ભાજપનો ડર સ્પષ્ટ વર્તાયો અમે ગભરાઇશું નહી : રાહુલ

ગાંધીનગર : શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બનાસકાઠાના પુરપ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલની મુલાકાત દરમિયાન તેમનાં કાફલા પર પથ્થરમારો પણ થયો હતો. પ્રદર્શન દરમિયાન મોદી મોદીનાં નારા લાગ્યા હતા. પથ્થરમારામાં રાહુલ ગાંધીની ગાડી ટુટી ગઇ હતી. અચાનક થયેલ હૂમલામાં રાહુલ ગાંધીનો આબાદ બચાવ થયો હતો.

જો કે હૂમલા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાષપ રચીત ષડયંત્ર છે. રાહુલે કહ્યું કે ચૂંટણી પહેલા આ ભાજપનો ગભરાટ દેખાડે છે. કોઇ નેતા પર પથ્થરમારા જેવું કૃત્ય ભાજપ કેટલી હદે ગભરાયેલું છે તે દેખાડે છે. જો કે ભાજપ ગમે તેટલા પ્રયાસો કરે અમે ડરવાનાં નથી. સત્ય ક્યારે પણ ડરતું નથી. અને અસત્ય હંમેશા પાછળથી હૂમલો કરે છે.

જો કે ધાનેરાનાં લાલચોક ખાતે ભાષણ આપતા રાહુલ ગાંધીની સભામાં કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કાફલા પર થયેલા હૂમલામાં કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી ઘાયલ થઇ ગયા હતા. જો કે જે વ્યક્તિએ પથ્થર ફેંક્યો તેની અટકાયક પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે.

કાળા ઝંડાની વિરુદ્ધ લાગેલા નારાઓનાં જવાબમાં રાહુલે કહ્યું કે હું કાલે આસામમાં હતો, આજે રાજસ્થાન થઇને ગુજરાત આવ્યો. હું તમારૂ દુખ સમજી શકું છું. માટે આજે તમારી વચ્ચે છું. જો કે આજે ન તો કેન્દ્રમાં અમારી સરકાર છે અને ન તો ગુજરાતમાં પરંતુ હું અને મારા કાર્યકર્તાઓ હંમેશા તમારી સાથે છીએ. બે ચાર કાળા વાવટા ફરકવાથી કોઇ ફરક નથી પડતો.

You might also like