પેટ ભરેલું હોય તો ટેસ્ટી ફૂડની સુગંધ પણ ઓછી આવે

જ્યારે ભૂખ લાગી હોય ત્યારે દૂર દૂર કયાંકથી પણ ખાવાનું બનતું હોય એની સુગંધ આવે તો નાક સક્રિય થઇ જાય છે. જોકે ઓહાયોની યુુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ વાત માનસિક ધોરણે સાચી નથી. એમાં શારીરિક પરિબળો પણ સંકળાયેલાં છે. જ્યારે જઠરમાં ધ્રેલીન એટલે કે ભૂખ લગાવનાર હોર્મોનનો સ્ત્રાવ વધે છે ત્યારે એની સીધી અસર સૂંઘવાની ક્ષમતા પર પડે છે. વ્યકિતને ભૂખ લાગી હોય ત્યારે તેને ફૂડ આઇટમ્સ કે કોઇ પણ અન્ય સુગંધ વધુ તીવ્રતાપૂર્વક પરખાય છે. એ જ રીતે વ્યકિત પેટ ભરીને ખાઇને બેઠી હોય એ પછી તેને જે તે ફૂડઠની સુગંધ આવવાનું પ્રમાણ ઘટી જાય છે.
http://sambhaavnews.com/

You might also like