પેટ પર મડથેરપી લેવાથી પાચનની સમસ્યાઓ મટે

કુદરતી ઉપચારમાં વર્ષોથી અજમાવવામાં અાવેલા માટીપટ્ટીના પ્રયોગને હવે મોડર્ન સાયન્સ પણ માન્યતા અાપી રહ્યું છે. અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ પ્રયોગ કરીને તારવ્યું છે કે દિવસમાં બે વખત મડથેરપી લેવાથી માત્ર ત્વચાનું સ્વાસ્થ્ય અને મૂડ જ નહીં, પેટની સમસ્યાઓ પણ સુલઝે છે. નેચરોપથીમાં જમ્યા પછી માટીપટ્ટી પેટ પર એકથી બે કલાક સુધી રાખી મૂકવાનું કહેવામાં અાવે છે. નિસર્ગોપચારનો સિદ્ધાંત કંઈક એવું કહે છે કે એમ કરવાથી પાચનની ક્રિયા સરળ બને છે અને વધારાની ગરમી અને એસિડિટી ઘટે છે. અમેરિકાના મોડર્ન અભ્યાસીઓએ કરેલા પ્રયોગમાં નોંધાયું હતું કે એસિડિટી અને કબજિયાતની સમસ્યા ધરાવતા તેમ જ ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી સાઈકોસોમેટિક સમસ્યા ધરાવતા દરદીઓમાં મડથેરપીથી ખૂબ ફાયદો થાય છે.

You might also like