Categories: Business

શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું, આઈટી, મેટલ, ફાર્મા શેરમાં વેચવાલી

અમદાવાદ: આજે શરૂઆતે જ શેરબજાર પ્રેશરમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૮૯ પોઇન્ટના ઘટાડે ૩૩,૫૯૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૪ પોઇન્ટના ઘટાડે ૧૦,૩૫૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર સહિત એફએમસીજી, ઓટો, આઇટી, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરમાં વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફટીમાં પણ ૦.૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૨૫,૬૯૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે ઇન્ફોસિસ, સન ફાર્મા, એચપીસીએલ, એસબીઆઇ, બીપીસીએલ કંપનીના શેરમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. જ્યારે એલએન્ડટી, ટેક મહિન્દ્રા, લ્યુપિન કંપનીના શેરમાં સકારાત્મક ચાલ જોવાઇ હતી.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે હેવલ્સ ઇન્ડિયા, કેનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક, એચઇજી કંપનીના શેરમાં શરૂઆતે ત્રણથી પાંચ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

PSU બેન્કના શેરમાં પ્રોફિટ બુકિંગ
એસબીઆઈ ૦.૯૮ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૬૨ ટકા
પીએનબી ૦.૯૭ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૬પ ટકા
કેનેરા બેન્ક ૦.૯૯ ટકા
ઈન્ડિયન બેન્ક ૦.૭૯ ટકા
આઈડીબીઆઈ બેન્ક ૦.૬૫ ટકા
સેન્ટ્રલ બેન્ક ૦.૩૭ ટકા
કોર્પોરેશન બેન્ક ૧.૧૪ ટકા

આ શેરમાં સુધારો નોંધાયો
ઓએનજીસી ૧.૪૯ ટકા
લાર્સન ૦.૮૧ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૪ ટકા

આ શેરમાં ઘટાડો જોવાયો
ઈન્ફોસિસ ૧.૩૦ ટકા
એસબીઆઈ ૧.૦૧ ટકા
સન ફાર્મા ૧.૦૦ ટકા

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

20 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

20 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago