શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યુંઃ કન્ઝયુમર ડ્યુરેબલ સેક્ટર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૦ પોઇન્ટના ઘટાડે ૩૩,૧૯૩, જ્યારે એનએસઇ નિફ્ટી આઠ પોઇન્ટના ઘટાડે ૧૦,૨૩૨ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક શેરમાં વધુ વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી પણ ૭૨ પોઇન્ટ તૂટી ૨૫,૦૫૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીના શેરમાં ઉછાળો નોંધાતો જોવાયો હતો. એટલું જ નહીં મીડિયા, ઓઇલ એન્ડ ગેસ અને ફાર્મા સેક્ટરમાં સાધારણ સુધારો નોંધાયો હતો.

આઇટીસી કંપનીના શેરમાં ૦.૬૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે એશિયન પેઇન્ટ્સ અને હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ ભારતી એરટેલ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને ઓએનજીસી કંપનીના શેરમાં એક ટકા સુધીનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે એપોલો હોસ્પિટલ, બેન્ક ઓફ ઇન્ડિયા, વોકહાર્ટમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે બટરફ્લાય, બીવી ઈન્ડસ્ટ્રીઝના શેર પ્રેશરમાં જોવાયા હતા. સન ટીવી, પૂંજ લોયડ, એમ્ફેસિસ, પ્રભાત ડેરી કંપનીના શેરમાં મજબૂત ચાલ નોંધાઇ હતી.

આ શેર સુધર્યા
ભારતી એરટેલ ૧.૫૪ ટકા
ઓએનજીસી ૧.૧૫ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ ૧.૦૫ ટકા

આ શેર ઘટ્યા
એસબીઆઈ ૦.૭૪ ટકા
આઈટીસી ૦.૬૫ ટકા
એક્સિસ બેન્ક ૦.૪૫ ટકા

You might also like