સદાબહાર સ્ટોકિંગ્સ

સ્ટોકિંગ્સ હવે સ્ત્રીઅો માટે ફેશન સ્ટેટમેન્ટ બની રહ્યાં છે. અાજની યુવતી માટે સ્ટોકિંગ્સ વોર્ડરોબમાં જરૂરી ચીજ બની ગઈ છે. સ્ટોકિંગ્સ શોર્ટ સ્કર્ટ, ટ્યુનિક ડ્રેસ, પાર્ટી ડ્રેસ સાથે પહેરી શકો છો જે તમારી પર્સનાલિટીને મેજિક ટચ અાપે છે. સ્ટોકિંગ્સ બજારમાં અલગ કલર, પ્રિન્ટ અને ફેબ્રિકમાં મળી રહે છે.

સ્ટોકિંગ્સ હોઝિયરી કે નાયલોનનાં લાંબા મોજાં તરીકે પણ અોળખાય છે. અા અેક્સેસરી પગ અને પગમાં તળિયા સુધી પહેરી શકાય છે. અગાઉ સ્ટોકિંગ્સ માત્ર ત્રણ રંગમાં જેમ કે બ્લેક, વ્હાઈટ અને અાઇવરી શેડમાં બજારમાં મળતી હતી, પરંતુ હવે દરેક કલર અને પ્રિન્ટમાં બજારમાં અાસાનીથી મળી રહે છે જે સ્ટાઇલિશ અને સ્ટનિંગ લૂક અાપે છે. બોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મોમાં અભિનેત્રી શોર્ટ ડ્રેસ પર પહેરતી હોય છે.

અગાઉ સ્ટોકિંગ્સ મહિલાઅો માત્ર જરૂરિયાત માટે પહેરતી હતી, પણ સમય બદલાતાની સાથે અત્યારે સ્ટોકિંગ્સ ફેશન સ્ટેટમેન્ટ બની ગયુું છે. અા અેક્સેસરીને ક્યારે પહેરી શકાય, કેવા ડ્રેસ સાથે પહેરવી અને તેનેે ખરીદતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું ચાલો, તે પણ જાેઈ લઈઅે.

સ્ટોકિંગ્સ ક્યારે પહેરવા અને કેવા ડ્રેસ સાથે પહેરી શકાય

ડાન્સ પાર્ટી, અોફિસમાં  કંઈક અલગ પ્રોફેશનલ લૂક જાેઈતો હોય કે પછી કોઈ સ્પેશિયલ વેસ્ર્ટન વેર સાથે સ્ટોકિંગ્સ સાૈથી વધુ પહેરવામાં અાવે છે. સ્ટોકિંગ્સ તમારા ડ્રેસિંગને સ્ટાઇલિશ લૂક અાપે છે, જ્યારે સ્ટોકિંગ્સ  શોર્ટ સ્કર્ટ, ટ્યુનિક ડ્રેસ, પાર્ટી ડ્રેસ, શોર્ટસ સાથે પહેરી શકાય છે જે મહિલાઅોને પરફેકટ લૂક અાપે છે. બ્લેક અને અાઇવરી સ્ટોકિંગ્સ કોમન છે જે દરેક ડ્રેસ સાથે મેચ થઈ જાય છે.

સ્ટોકિંગ્સ ખરીદતા કઈ વાતનું ધ્યાન રાખવું

બજારમાં દરેક કપડાંમાં સ્ટોકિંગ્સ મળે છે, પરંતુ હોઝિયરી અને લાયક્રા મટીરિયલમાં સ્ટોકિંગ્સ ખરીદવા જાેઈઅે. અા મટીરિયલનાં સ્ટોકિંગ્સ અાસાનીથી પહેરી શકાય છે અને જલ્દી ફાટતા પણ નથી. ફિશનેટ સ્ટોકિંગ્સની માગ બજારમાં વધારે છે. ફિશનેટ સ્ટોકિંગ્સ કોઈ પણ ડ્રેસ પર સિમ્પલ અને પરફેકટ લૂક અાપે છે.

સી.જી. રોડ ખાતે ગાર્મેન્ટસનો શો-રૂમ ધરાવતાં શિલ્પા ગોહિલ કહે છે કે, હવે બજારમાં દરેક પ્રકારના અને દરેક કલરમાં સ્ટોકિંગ્સ મળી રહે છે. ફિશનેટ સ્ટોકિંગ્સ કોમન થઈ ગયા છે. અત્યારે પ્રિન્ટેડ અને બ્રાઇટ સેડ સ્ટોકિંગ્સની ડિમાન્ડ વધારે છે. રૂપિયા ૩૫૦થી લઈ ૭૦૦ સુધી રેન્જ હોય છે. સ્ટોકિંગ્સ સાૈથી વધુ શિયાળામાં ખરીદતા હોય છે.

બજારમાં માત્ર પ્રિન્ટેડ નહીં, ડેકોરેટિવ સ્ટોકિંગ્સ પણ મળી રહે છે. અા પ્રકારમાં સ્ટોકિંગ્સમાં બોર્ડર, સ્ટોન વર્ક, બો, કે પછી ચેન પણ લગાવામાં અાવે છે. જેથી તે પાર્ટી વેરમાં પહેરાય તેવો લૂક અાપે છે. પાર્ટી ડ્રેસ સાથે સ્ટોકિંગ્સ પહેર્યા બાદ તેની પર લોન્ગ બૂટસ કે અેન્કલ બૂટસ પહેરી શકાય છે. હાઈ હિલ પણ સારા લાગે છે.

કંપની સેક્રેટરીનો અભ્યાસ કરતી ઋતુ શાહ કહે છે કે, ઈન્ટર્નશીપ કરતાં સમયે ઘણી પ્રાઈવેટ કંપનીમાં પરફેટ પ્રોફેશનલ લૂકમાં જવું પડે છે ત્યારે શર્ટ નીચે ફિશનેટ સ્ટોકિંગ્સ બેસ્ટ લૂક અાપે છે.

You might also like