વૈશ્વિક બજારના પ્રેશરના પગલે શેરબજારમાં તેજીની ચાલ અટકી

અમદાવાદ: આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા પ્રેશર વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીની ચાલ અટકી હતી. બીએસઇ સેન્સેક્સ ૩૩ પોઇન્ટના ઘટાડે ૩૩,૬૯૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૩ પોઇન્ટના ઘટાડે ૧૦૩.૮૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ ટેક્નોલોજી કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી તો બીજી બાજુ સ્મોલકેપ અને મિડકેપ સેક્ટર સહિત કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર ઇન્ડેક્સમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

શરૂઆતે એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ, સિપ્લા કંપનીના શેરમાં ૦.૬૭થી ૦.૯૩ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ એનટીપીસી, ઓએનજીસી અને આઇટીસી પ્રેશરમાં જોવા મળ્યા હતા.

ભારત ૨૨ ઈટીએફનું ૩.૭ ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ
ભારત ૨૨નું આજે ૩.૭ ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું. જેમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે એટલું જ નહીં એસયુયુટીઆઇ, પીએસયુ બેન્ક જેવી છ કોર સેક્ટરની ૨૨ કંપનીઓના શેર પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત ૨૨ની ઈશ્યૂ પ્રાઇસ ૩૫.૯૭ રૂપિયા પ્રતિયુનિટ છે. ભારત ૨૨ ઇટીએફ ૩૭.૩૩ના મથાળે લિસ્ટ થયો હતો. સરકારે ભારત ૨૨ ઇટીએફ દ્વારા રૂ. ૧૪,૫૦૦ કરોડ એકઠા કર્યા હતા.

પાવર કંપનીના શેરમાં ઘટાડો
એનટીપીસી ૧.૨૧ ટકા
એનએચપીસી ૧.૬૬ ટકા
પાવર ગ્રીડ ૦.૭૧ ટકા
રિલાયન્સ પાવર ૦.૬૪ ટકા
અદાણી પાવર ૦.૫૫ ટકા
પીટીસી ૦.૪૬ ટકા

મેટલ સ્ટોક્સ ડાઉન
ટાટા સ્ટીલ ૦.૨૫ ટકા
વેદાન્તા ૦.૩૩ ટકા
સેઈલ ૦.૧૨ ટકા
નેશનલ એલ્યુ. ૧.૯૧ ટકા
કોલ ઈન્ડિયા ૦.૨૮ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૨૬ ટકા

You might also like