ટાટા ગ્રૂપની કંપનીઓના શેરમાં સુધારો નોંધાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાધારણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૯ પોઇન્ટના સુધારે ૨૬,૪૧૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૮,૧૧૪ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક શેર પ્રેશરમાં જોવાયા હતા. બેન્ક નિફ્ટીમાં પણ ૧૦ પોઇન્ટનો ઘટાડો નોંધાતો જોવાયો હતો.

આજે શરૂઆતે ટાટા ગ્રૂપની કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવાઇ હતી. ટાટા ગ્રૂપમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ જોવા મળીરહ્યો છે. સાયરસ મિસ્ત્રીએ ટાટા ગ્રૂપની તમામ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે, જેની આજે શેરબજાર ઉપર સકારાત્મક ચાલ નોંધાઇ હતી. આજે ટાટા ગ્રૂપની કંપનીના શેરમાં સુધારો નોંધાયો હતો.

દરમિયાન સ્મોલકેપ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો સુધારો જોવાયો હતો. એફએમસીજી, આઇટી, મેટલ, ઓટો અને પાવર સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.કોલ ઇન્ડિયા, આઇટીસી અને ગેઇલ કંપનીના શેરમાં એક ટકાથી ૧.૪૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ભારતી એરટેલ, હિંદુસ્તાન યુનિલિવર કંપનીનો શેર પ્રેશરમાં નોંધાયો હતો.

ટાટા ગ્રૂપ કંપનીઓના શેર અપ
ટીસીએસ ૦.૮૪ ટકા
ટાટા સ્ટીલ ૦.૩૬ ટકા
ટાટા મોટર્સ ૦.૫૩ ટકા
ટાટા પાવર ૧.૭૫ ટકા
ટાટા કેમિકલ્સ ૦.૩૯ ટકા
ઈન્ડિયન હોટલ્સ ૦.૮૧ ટકા
ટાટા કોફી ૧.૪૧ ટકા
ટાટા મેટાલિક્સ ૧.૬ ટકા
ટાટા ગ્લોબલ ૦.૨૪ ટકા
ટાટા સ્પોન્જ આયર્ન ૧.૭૯ ટકા
http://sambhaavnews.com/

You might also like