શેરબજારમાં સ્મોલકેપ અને મિડકેપ સેકટરના શેરમાં મોટો ઘટાડો નોંધાયો

અમદાવાદ: શેરબજારમાં ભલે નિફ્ટી ૯૫૦૦ની સપાટીની ઉપર ટકી રહેવામાં સફળ રહ્યું હોય પરંતુ સ્મોલકેપ અને રિલાયન્સ કોમ્યુનિકેશન, આઈડીબીઆઈ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, ગ્લેન માર્ક જેવી કંપનીના શેરમાં પાછલાં એક મહિનામાં ૧૭ ટકાથી ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સ્મોલકેપ કંપનીના શેર જેવા કે વીડિયોકોન, શિલ્પી કેબલ અને નીતિન ફાયરમાં ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં મે મહિનામાં એક અંદાજ મુજબ ૧૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે મે મહિના અગાઉના ત્રણ મહિનામાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ નવી ઊંચાઈએ જોવા મળ્યો હતો.

શેરબજારના જાણકારોમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં રોકાણકારનું આકર્ષણ ઘટતાં આ શેરમાં ઘટાડાની ચાલ નોંધાઈ છે. એટલું જ નહીં કેટલાક એનાલિસ્ટ દ્વારા મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં શેરનું રેટિંગ ઘટાડતાં તેની આ કંપનીના શેર ઉપર અસર નોંધાઈ છે.

જોકે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં સેન્સેક્સમાં ૧૬.૭૦ ટકાનો સુધારો નોંધાયો હતો. તેની સામે મિડકેપ સેક્ટર ઈન્ડેક્સમાં ૨૨.૮૫ ટકાનો સુધારો જોવાયો હતો. જ્યારે સ્મોલકેપ સેક્ટર ઈન્ડેક્સમાં ૨૯.૮૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

એક મહિનામાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં જોવાયેલો ઘટાડો
કંપનીનું નામ ટકાવારીમાં ઘટાડો
વીડિયોકોન -૭૬.૬૪ ટકા
શિલ્પી કેબલ -૬૫.૫૨ ટકા
નીતિન ફાયર -૫૨.૦૧ ટકા
રિલાયન્સ કોમ્યુ. -૪૦.૭૪ ટકા
આઈડીબીઆઈ -૨૦.૮૯ ટકા
બેન્ક ઓફ બરોડા -૨૩.૨૩ ટકા
ગ્લેન માર્ક -૧૧.૦૨ ટકા
http://sambhaavnews.com/

You might also like