શેરબજારમાં સુસ્તીઃ સ્મોલકેપ અને મિડકેપ શેરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૭ પોઇન્ટના સુધારે ૨૭,૨૭૭ જ્યારે એનએસઇ નિફ્ટી ૩ પોઇન્ટના સુધારે ૮,૪૨૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે. વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા અનિશ્ચિતતાભર્યા માહોલની અસર સ્થાનિક બજાર ઉપર પણ નોંધાઇ છે. આજે શરૂઆતે બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું અને બેન્ક નિફ્ટી ૬૬ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૧૯,૦૯૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. એ જ પ્રમાણે મેટલ શેરમાં પણ વેચવાલી નોંધાઇ હતી.

ક્રૂડમાં જોવા મળેલા ઉછાળાના પગલે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના શેરમાં પણ સકારાત્મક ચાલ નોંધાઇ છે. આજે શરૂઆતે ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ અને ગેઇલ કંપનીના શેરમાં ૦.૯૦ ટકાથી ૧.૪૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ કંપનીનો શેર પ્રેશરમાં જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ િસટી, ટાટા કોમ્યુનિકેશન જેવી કંપનીના શેરમાં એકથી ૧.૫ ટકાનો સુધારો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like