શેરબજારમાં આજે શરૂઆતે શુષ્ક ચાલ

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૬૦ પોઇન્ટના સુધારે ૩૨,૨૮૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૫ પોઇન્ટના સુધારે ૯૯૭૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, ઓટોમોબાઇલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

આજે શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો, જોકે બેન્ક નિફ્ટી પ્રેશરમાં હતી. ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં ૦.૪૨ ટકાથી ૦.૮૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ૧.૨૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતી એરટેલ અને એક્સિસ બેન્કના શેરમાં પણ ઘટાડો જોવાયો હતો.

ફે઼ડની બેઠક પૂર્વે સોના-ચાંદીમાં સ્થિર ભાવ
યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પૂર્વે સોના અને ચાંદીમાં સ્થિર ભાવ જોવા મળ્યા હતા. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું ૨૯,૫૦૦ની સપાટીએ, જ્યારે ચાંદી ૩૮,૬૦૦ની સપાટીએ ખૂલી હતી.

મેટલ સ્ટોક મજબૂત
ટાટા સ્ટીલ ૧.૨૭ ટકા
સેઈલ ૧.૦૨ ટકા
જિન્દાલ સ્ટીલ ૧.૮૯ ટકા
વેદાન્તા ૧.૬૦ ટકા
નેશનલ એલ્યુ. ૧.૦૬ ટકા
હિંદાલ્કો ૦.૬૮ ટકા
કોલ ઈન્ડિયા ૦.૨૧ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૫૫ ટકા

ઓટો શેરની ગાડી ફુલ સ્પીડમાં
મારુતિ સુઝુકી ૦.૧૫ ટકા
ટાટા મોટર્સ ૦.૩૧ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૫ ટકા
અશોક લેલેન્ડ ૦.૪૩ ટકા
હીરો મોટો કોર્પ ૦.૬૨ ટકા
આઈશર મોટર્સ ૧.૫૦ ટકા

ડોલર સામે રૂપિયો ૬૪.૪૦ની સપાટીએ ખૂલ્યો
રૂપિયો આજે શરૂઆતે બે પૈસા નરમ ૬૪.૪૦ની સપાટીએ ખૂલ્યો હતો. ગઈ કાલે છેલ્લે ૬૪.૩૮ની સપાટીએ બંધ જોવાયો હતો.

ક્રૂડમાં ત્રણ ટકાનો ઉછાળો
સાઉદી અરેબિયાએ ક્રૂડની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો છે.

એશિયાઈ શેરબજારમાં તેજી
આજે શરૂઆતે એશિયાઈ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૧૨૯ પોઈન્ટના મજબૂત સુધારે ૨૦,૦૮૪ પોઈન્ટની સપાટીએ જોવા મળ્યો છે. હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સમાં ૧૧૦ પોઈન્ટનો સુધારો નોંધાયો હતો. દરમિયાન અમેરિકી બજારમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો હતો. કેટર પિલ્લર અને મેકડોનાલ્ડ કંપનીના પરિણામ અપેક્ષા કરતાં સારાં આવતાં શેરબજાર ઉપર તેની પોઝિટિવ અસર જોવા મળી હતી. ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૧૦૦ પોઈન્ટ, જ્યારે એસએન્ડપી ઈન્ડેક્સમાં સાત પોઇન્ટના ઉછાળે બંધ જોવાયું હતું.
http://sambhaavnews.com/

You might also like