શેરબજારમાં જોવાયેલ મજબૂત સુધારો કેટલો ટકાઉ?

ગઈ કાલે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ ૪૫૬.૧૭ પોઈન્ટના સુધારે ૨૬,૩૧૬.૩૪, જ્યારે એનએસઈ નિફ્ટી ૧૪૮.૮૦ પોઈન્ટના સુધારે ૮,૧૦૦ની ઉપર ૮,૧૧૪.૩૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઈ હતી, જોકે ડિસેમ્બર સિરીઝની ધમાકેદાર શરૂઆત થઈ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ સુધારો કેટલો મજબૂત છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.

ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત થતાં વિદેશી સંસ્થાગત રોકાણકાર વેચવાલ બન્યા છે. આગામી સપ્તાહે બુધવારે વિયેના ખાતે ક્રૂડનું ઉત્પાદન કરતાં દેશોની એક બેઠક મળી રહી છે, જેમાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવા નિર્ણય લેવાઈ શકે છે. તે પૂર્વે ક્રૂડમાં મજબૂતાઇની ચાલ નોંધાઈ છે. શેરબજારની નજર આ બેઠક ઉપર રહેશે એટલું જ નહીં જીડીપીના આંકડા પણ બુધવારે આવનાર છે.

નવેમ્બરના ઓટોમોબાઈલ સેલ્સ ડેટા આગામી સપ્તાહે આવશે. એ જ પ્રમાણે સિમેન્ટ સેલ્સના વેચાણ ડેટા આગામી સપ્તાહે આવનાર છે. બજાર માટે આ ડેટા મહત્ત્વના બની શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૭,૯૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. આગામી સપ્તાહે નિફ્ટી ૮,૧૦૦ની સપાટીએ ટકી રહેવામાં સફળ રહે તો જ બજારમાં વધુ સુધારાની શક્યતા છે. આગામી સપ્તાહે રૂપિયાની ચાલ બજાર માટે મહત્ત્વની બની શકે છે.

home

You might also like