શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું, IT સેકટર સહિત ઓઇલ એન્ડ ગેસ શેરમાં નરમાઇ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ ૨૦૫ પોઇન્ટના ઘટાડે ૩૪,૦૦૦ની સપાટી તોડી નીચે ૩૩,૯૮૭ની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટી ૧૦,૪૨૩ની સપાટીએ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી.

આજે શરૂઆતે ઇન્ફોસિસ સહિત ટાટા મોટર્સ, વિપ્રો, એક્સિસ બેન્ક અને ગેઈલ કંપનીના શેરમાં બેથી ચાર ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે બીજી બાજુ સિપ્લા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, આઇટીસી, ગ્રાસિમ, એલએન્ડટી અને બજાજ ઓટો કંપનીના શેરમાં ૦.૫૦થી ૧.૫૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. આઇટી સેક્ટર સહિત ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં નરમાઇની ચાલ નોંધાઇ હતી.

આઈટી શેર ડાઉન

ઈન્ફોસિસ એચસીએલ ટેક્નો. ૧.૧૧ ટકા
રોલ્ટા ૦.૫૭ ટકા
વિપ્રો ૧.૫૨ ટકા
ટીસીએસ ૦.૭૨ ટકા
ફર્સ્ટ સોર્સ સોલ્યુ. ૧.૪૦ ટકા
You might also like