શેરબજાર રેડ ઝોનમાંઃ રિલાયન્સમાં સુધારો

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૨૧૫ પોઇન્ટના ઉછાળા બાદ વૈશ્વિક માહોલના પગલે સ્થાનિક શેરબજાર પણ રેડ ઝોનમાં ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦ પોઇન્ટના ઘટાડે ૨૯,૦૩૭, જ્યારે એનએસઇ નિફ્ટી આઠ પોઇન્ટના ઘટાડે ૮,૯૫૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે મેટલ, આઇટી, ટેક્નોલોજી, ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. તો બીજી બાજુ કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ છે. ખાસ કરીને રિલાયન્સ કંપનીના શેરમાં આજે શરૂઆતે વધુ ૦.૯૦ ટકાનો સુધારો નોંધાયો હતો. આ શેર બાવન સપ્તાહની ઊંચી ૧૩૨૬.૭૫ની સપાટીએ જોવાયો હતો, જોકે ત્યાર બાદ સાધારણ પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. ટીસીએસ અને અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં પણ ૦.૫૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે ટાટા મોટર્સ અને સન ફાર્મા કંપનીના શેરમાં પણ વેચવાલી નોંધાઇ હતી.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારોમાં ઊભી થયેલી પરિસ્થિતિના પગલે સ્થાનિક બજારમાં પણ પાછલા કેટલાક દિવસથી જે રીતે સતત સુધારાની ચાલ જોવાઇ હતી તે અટકી છે.

આ શેર આજે શરૂઆતે બાવન સપ્તાહની ઊંચાઈએ જોવાયા
અદાણી પાવર ૪૧.૩૦
અજન્ટા સોયા ૫૪.૬૦
બોમ્બે ડાઈંગ ૬૩.૮૫
ધામપુર શુગર ૨૩૪.૫૦
એસ્કોર્ટ ૪૯૫.૦૦
ICICI પ્રૂડેન્શિયલ ૩૭૨.૫૦
નાલ્કો ૭૯.૮૫
રિલાયન્સ ૧૩૨૬.૭૫
ઉત્તમ શુગર ૧૦૩.૯૦
http://sambhaavnews.com/

You might also like