શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું IT, ફાર્મા સેક્ટર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૫૪ પોઇન્ટના ઘટાડે ૩૧,૫૯૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના ઘટાડે ૯,૮૭૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેર સહિત આઇટી, ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવાઇ હતી.

આજે શરૂઆતે એનટીપીસી, ઇન્ફોસિસ, ભારતી એરટેલ કંપનીના શેરમાં ૦.૭૫ ટકાથી ૧.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ વિપ્રો, રિલાયન્સ અને અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં ૦.૭૫ ટકાથી ૧.૪૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો. આજે રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૩૯ ટકાનો સુધારો નોંધાઇ રૂ. ૧,૫૮૫ના મથાળે શરૂઆતે ટ્રેડિંગમાં નોંધાયો હતો, જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવાઇ હતી. આજે ઓગસ્ટ એક્સપાયરીના પગલે બજારમાં વોલેટાલિટી વધી હતી.

નિફ્ટીના આ શેર તૂટ્યા
ભારતી એરટેલ ૨.૦૪ ટકા
એનટીપીસી ૧.૪૦ ટકા
બોશ ૧.૧૨ ટકા
સન ફાર્મા ૦.૯૬ ટકા
કોલ ઇન્ડિયા ૦.૮૩ ટકા

બેન્ક નિફ્ટી તૂટી
આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૭૫ પોઈન્ટ તૂટી હતી. બેન્ક નિફ્ટી ૨૪,૨૩૩ના મથાળે ટ્રેડિંગમાં જોવાઇ હતી. ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૪,૩૦૮ પોઇન્ટના મથાળે બંધ જોવાઇ હતી.

You might also like