આવતી કાલથી શરૂ થતી બે દિવસીય ફેડની બેઠક પૂર્વે શેરબજાર રેડ ઝોનમાં

અમદાવાદ: આવતી કાલથી શરૂ થતી બે દિવસીય એફઓએમસીની બેઠક પૂર્વે આજે એશિયાઇ શેરબજાર પ્રેશરમાં ખૂલ્યાં હતાં, જેની અસરે સ્થાનિક શેરબજાર પણ રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૧૮ પોઇન્ટના ઘટાડે ૨૪,૯૨૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૨ પોઇન્ટના ઘટાડે ૭,૫૭૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો છે. મેટલ સેક્ટર સિવાય તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. મેટલ શેર્સમાં ૦.૪૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

ઓટોમોબાઇલ, બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી સેક્ટર પ્રેશરમાં જોવાયું હતું. મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટર પણ ઘટાડે ખૂલ્યું હતું.

આજે શરૂઆતે ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં ત્રણ ટકા, ક્રેન ઇન્ડિયા કંપનીના શેર્સમાં ૧.૯૧ ટકા, ભારતી એરટેલ કંપનીના શેર્સમાં ૧.૦૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજાજ ઓટો, ટીસીએસનો શેર્સ પણ નરમ ટ્રેડિંગમાં જોવાયો હતો. તો બીજી બાજુ સન ફાર્મા, ઇન્ફોસિસ, ગેઇલ કંપનીના શેર્સમાં ૦.૮૦ ટકાથી ૦.૯૫ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

ઓટો શેર્સ તૂટ્યા

બજાજ ઓટો ૧.૨૫ ટકા
આયશર મોટર્સ ૨.૦૪ ટકા
હીરો મોટો કોર્પ ૦.૭૪ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૫ ટકા
ટાટા મોટર્સ ૪.૦૦ ટકા
અશોક લેલેન્ડ ૦.૪૬ ટકા

You might also like