રિઝર્વ બેંકે દરોમાં ના કર્યો કોઇ ફેરફાર, રેપો રેટ 6.25 પર યથાવત

નવી દિલ્હી: આશરે 70% બેંકરોના અનુમાન પર પાણી ફેરવી વળતાં રિઝર્વ બેંકએ રેપો રેટમાં કોઇ કાપ મૂક્યો નથી. આજે નાણાકીય નીતિની સમીક્ષામાં કેન્દ્રીય બેંકએ રેપો રેટ 6.25% પર યથાવત રાખ્યો. એની સાથે જ બેંકે જીડીપી ગ્રોથના ગત અનુમાનમાં પણકામ મૂકી દીધો હતો. રિઝર્વ બેંકે હાલના નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનો દરનનું અનુમાન ઘટાડીને 6.9 કરી દીધો હતો. આ પહેલા 7 ડિસેમ્બર, 2016ની સમીક્ષામાં આરબીઆઇએ દેશના આર્થિક વિકાસનો દર 7.1 ટકા રહેવાનો અુમાન જણાવ્યુ હતું. જો કે આગળના નાણાકીય વર્ષ 2017 2018 માટે રિઝર્વ બેંકે 7.4% ના ગ્રોથ રેટનું અનુમાન લગાવ્યું હતું.

વિશેલ્ષકોનું માનવું હતું કે આરબીઆઇની મોનિટરી પોલિસી કમિટીના 6 સભ્યોની ચિંતા મોંઘવારી દર નહીં પરંતુ વૈશ્વિક કારણોથી હોઇ શકે છે. અમેરિકામાં ટ્રંપ સરકાર નીતિઓમાં ફેરફાર કરી રહી છે. ત્યાંના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોમાં વધારો થવાનો સંકેત આપ્યો છે.

7 ડિસેમ્બરે ગત નાણાકીય મોનિટરી પોલીસીમાં આરબીઆઇના વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કર્યો નહતો, જ્યારે એસમયે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થાના વિકાસની ઝડપ સુસ્ત પડવાનો ડર હતો. એ સમયે વદારે એક્સપર્ટસે વ્યાજ દરમાં કાપ મૂકાશે એવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોંધવારીની આશંકાને જોતા વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એમણે કહ્યું હતું કે ઓક્ટોબરમાં વ્યાજદરોમાં 0.25% નો કાપ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ કાપ મૂકવાની જરૂર રહી નહતી.

You might also like