શેરબજારમાં શરૂઆતે જોવાયેલો સુધારો ધોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૧ પોઇન્ટના સુધારે ૩૨,૬૫૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૦ પોઇન્ટના સુધારે ૧૦,૨૩૭ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી, જોકે ત્યારબાદ તુરત જ પ્રોફિટ બુકિંગ નોંધાતું જોવા મળ્યું હતું. સેન્સેક્સ ૫૪ પોઇન્ટ, જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૨૧૫ પોઇન્ટની સપાટીએ જોવા મળી હતી. રિયલ્ટી, ઓટો, મેટલ સહિત મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં શુષ્ક ચાલ નોંધાઇ હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇશર મોટર્સ, ઇન્ફોસિસ, સિપ્લા કંપનીના શેરમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, યસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો અને રિલાયન્સ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવાઇ હતી.

જ્વેલરી કંપનીના શેરમાં એક મહિનામાં ઉછાળો
પીસી જ્વેલર્સ ૭.૪૬ ટકા
ટીબીઝેડ ૨.૩૩ ટકા
થંગામલાઈ જ્વેલરી ૧૫.૦૭ ટકા
રાજેશ એક્સપોર્ટ્સ ૯.૦૮ ટકા

ઓટો-મેટલ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ
ટાટા મોટર્સ ૦.૪૭ ટકા
ટીવીએસ મોટર્સ ૦.૪૨ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૧ ટકા
અશોક લેલેન્ડ ૦.૧૬ ટકા
ટાટા સ્ટીલ ૦.૪૮ ટકા
જિંદાલ સ્ટીલ ૦.૭૬ ટકા
હિંદાલ્કો ૦.૩૯ ટકા
કોલ ઇન્ડિયા ૦.૪૧ ટકા

You might also like