શેરબજારમાં પ્રોફિટ બુકિંગ બાદ વધુ સુધારાની જોવાતી શક્યતા

પાછલા સપ્તાહે બ્રેક્ઝિટ બાદ ચાલુ સપ્તાહમાં શેરબજારમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ૭૦૦ પોઇન્ટનો ઉછાળો જોવાયો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૨.૮ ટકા અને ત્રણ ટકાનો વધારો થઇ સેન્સેક્સ ૨૭,૧૪૪ની સપાટીએ, જ્યારે નિફ્ટી ૮,૩૨૮ની સપાટીએ બંધ આવી. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જુલાઇ સિરીઝની ધમાકેદાર શરૂઆત ગઇ કાલે થઇ છે.

વૈશ્વિક અને સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહે બજારમાં સાધારણ પ્રોફિટ બુકિંગ જોવાયા બાદ આગેકૂચ જારી રહે તેવી શક્યતા વધુ જોવાઇ રહી છે. નિફ્ટીગઇ કાલે છેલ્લે ૮,૩૦૦ની ઉપર બંધ આવી છે. એ એક સારો સંકેત ગણાવી શકાય. શેરબજાર વૈશ્વિક બજારની ગતિવિધિઓ ઉપર ચાલ ચાલી રહ્યું છે. ચોમાસું અને જીએસટી બિલ એ હવે શેરબજાર માટે મહત્ત્વનાં ટ્રિગર સાબિત થઇ શકે છે. દેશભરમાં પશ્ચિમનાં કેટલાંક રાજ્યોને બાદ કરતાં ચોમાસું એકંદરે સકારાત્મક છે, જ્યારે આગામી ચોમાસું સત્રમાં જીએસટી બિલ પસાર થાય તો શેરબજારમાં તેજનો બીજો તબક્કો જોવાઇ શકે છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહમાં બજારમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

You might also like