શેરબજાર પ્રેશરમાંઃ બેન્ક આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે શરૂઆતે નીચા ગેપથી ખૂલ્યું હતું. ઉત્તર કોરિયાએ હાઈડ્રોજન બોમ્બના પરમાણુ પરીક્ષણ કરતાં એશિયાઈ બજાર સહિત ભારતીય શેરબજાર પણ રેડઝોનમાં ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૪૧ પોઈન્ટના ઘટાડો ૩૧,૮૫૬ જ્યારે એનએસઈ નિફ્ટી ૧૧ પોઈન્ટના ઘટાડો ૯૯૬૧ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. બેન્ક નિફ્ટી પણ ૬૯ પોઈન્ટ તૂટી હતી. આજે શરૂઆતે ડો. રેડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૧.૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૮૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અદાણી પોર્ટસ કંપનીનો શેર પણ ઘટાડે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે. તો બીજી બીજુ કોલ ઈન્ડિયા, ભેલ, સિપ્લા કંપનીના શેરમાં એક ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. જો કે મેટલ સેક્ટરમાં સુધારાની ચાલ નોંધાઈ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયાએ કરેલા પરીક્ષણને પગલે ઈક્વિટી બજારમાં તેની નેગેટિવ અસર નોંધાતી જોવાઈ હતી. માહોલ બગડવાની ભીતિએ પેનિક સેલિંગ જોવાયું હતું.

નિફ્ટીમાં આ શેર તૂટ્યા
ઈન્ડિયન ઓઈલ ૧.૭૩ ટકા
એશિયન પેઈન્ટ ૧.૦૧ ટકા
સન ફાર્મા ૧.૦૦ ટકા
આયશર મોટર્સ ૦.૬૧ ટકા
એચડીએફસી બેન્ક ૦.૫૮ ટકા

ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરમાં વધુ સુધારો
રિલાયન્સ ૧.૨૫ ટકા
ઓઈલ ઈન્ડિયા ૨.૧૯ ટકા
બીપીસીએલ ૧.૬૩ ટકા
કેસ્ટ્રોલ ૦.૩૧ ટકા
ગેઈલ ૦.૧૮ ટકા

You might also like