શેરબજાર શરૂઆતે પોઝિટિવ ખૂલ્યું, મેટલ અને બેન્ક શેરમાં સુધારાની ચાલ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર પોઝિટિવ ખૂલ્યું હતું. મેટલ અને બેન્ક શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. જેના પગલે આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૭૧ પોઇન્ટના સુધારે ૩૧,૫૯૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૩ પોઇન્ટના સુદારે ૯,૮૭૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્ક, ઓએનજીસી અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૩૦ ટકાથી ૧.૫૦ ટકા સુધીનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ફોસિસ, સિપ્લા અને એશિયન પેઇન્ટ કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા. ઇન્ફોસિસ શેરમાં ઘટાડાના પગલે આઇટી અને ટેક્નોલોજી સેક્ટર પ્રેશરમાં જોવા મળ્યું હતું.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજાર પોઝિટિવ ન્યૂઝનો અબાવ જોવા મળી રહ્યો છે, જ્યારે એશિયાઇ શેરબજારો પણ રેડ ઝોનમાં ખૂલ્યાં છે. આવા સંજોગોમાં શેરબજારમાં મોટા સુધારાની શક્યતા ઓછી છે.

ઈન્ફોસિસનો શેર વધુ તૂટ્યો
આજે ઈન્ફોસિસના શેરમાં વધુ ગાબડાં પડ્યાં હતાં. આ કંપનીના શેરમાં ૧.૮૦ ટકાનો ઘટાડો નોંધાઈ રૂ. ૯૦૬ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે છેલ્લે આ કંપનીનો શેર રૂ. ૯૨૩.૧૦ના મથાળે બંધ જોવા મળ્યો હતો.

બેન્ક નિફ્ટી ૧૬૨ પોઈન્ટ સુધરી
આજે શરૂઆતે બેન્ક નિફ્ટીમાં ૧૬૨ પોઈન્ટનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી ૨૪,૨૩૭ પોઈન્ટની સપાટીએ પહોંચી ગઇ હતી.

બેન્ક શેર ગ્રીન ઝોનમાં ખૂલ્યા
એસબીઆઈ ૦.૨૫ ટકા
પીએનબી ૦.૧૮ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૪૪ ટકા
એક્સિસ બેન્ક ૦.૭૨ ટકા
ICICI બેન્ક ૧.૭૭ ટકા
ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૫ ટકા
યસ બેન્ક ૧.૨૩ ટકા

You might also like