શેરબજારમાં સાવચેતીઃ ફાર્મા સેક્ટર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાવચેતીભરી ચાલ નોંધાઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૨૮ પોઇન્ટના સુધારે ૨૮,૫૫૧, જ્યારે એનએસઇ નિફ્ટી પાંચ પોઇન્ટના સુધારે ૮,૭૮૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ સેક્ટર સહિત કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રોકાણકારની નજર બેન્ક ઓફ જાપાન અને ફેડરલ રિઝર્વની બેઠક ઉપર મંડાયેલી છે. તે પૂર્વે રોકાણકાર વેઇટ એન્ડ વોચના મૂડમાં જોવાઇ રહ્યા છે.

આજે શરૂઆતે ભારતી એરટેલ અને ગેઇલ કંપનીના શેરમાં ૦.૮૦ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ હીરો મોટો કોર્પ, બજાજ ઓટો અને મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૦.૭૦ ટકાથી એક ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

ડોલર સામે રૂપિયો ૬૬.૯૯ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૬૬.૯૯ની સપાટીએ ખૂલ્યો હતો. સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સાવધાનીપૂર્વકની ચાલ જોવાઈ હતી. ગઈ કાલે રૂપિયો ૬૭.૦૧ની સપાટીએ બંધ જોવાયો હતો.

ફાર્મા કંપનીના શેર સુધર્યા
સન ફાર્મા             ૦.૬૬ ટકા
લ્યુપિન                ૦.૩૭ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ    ૦.૦૪ ટકા

You might also like