શેર માર્કેટ રેડઝોનમાં ખૂલ્યું, બજાજના શેરમાં વધારો તો એક્સિસ બેંકના શેરમાં પણ સુધારો

અમદાવાદ, મંગળવાર
આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. એશિયાઇ બજારમાં જોવા મળેલા પ્રેશર તથા વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે ઘરઆંગણે બજારમાં ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ર૪ પોઇન્ટના ઘટાડે ૩૩,ર૪૧ જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના ઘટાડે ૧૦,૩પ૩ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી.

આજે શરૂઆતે આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પીએસયુ, ટેક્નોલોજી સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી તો બીજી બાજુ બેન્ક, કપિટલ ગુડ્ઝ, કન્ઝયુમર્સ ડ્યુરેબલ, હેલ્થ કેર સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારો જોવાયો હતો.

હેંગસેંગ અને નિફ્ટી શેરબજાર ઇન્ડેક્સ તૂટ્યો
વૈશ્વિક શેરબજારમાં છેલ્લા કેટલાંક સમયથી જોવા મળેલી તેનું આજે અટકી હતી. જાપાનનો નિફટી શેરબજાર ઇન્ડેકસ ૭૮ પોઇન્ટ તૂટી રર હજારની સપાટી તોડી નીચે ર૧,૯૩૩ની સપાટીએ જોવા મળ્યો છે. હેંગસેંગ શેરબજાર ઇન્ડેકસ ઇન્ડેકસ ૬૧ પોઇન્ટ તૂટી ર૮,ર૭૪ પોઇન્ટની સપાટીએ જોવા મળ્યો છે. શાંધાઇ શેરબજાર ઇન્ડેકસ પણ રેડ ઝોનમાં મુકાયો છે. જોકે, તાઇવાન અને સિંગાપોરે સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેકસમાં સાધારણ સુધારા તરફી ચાલ નોંધાતી જોવા મળી હતી.

દરમ્યાન અમેરિકી શેરબજાર પણ છેલ્લે રેડઝોનમાં બંધ થયો હતો. કોર્પોરેટ ટેકસ કેટલાક તબક્કામાં ઘટશે તેવા સેન્ટિમેન્ટ પાછળ અમેરિકી શેરબજાર છેલ્લે ઘટાડે બંધ થયું હતું. ડાઉજોન્સ ઇન્ડેકસમાં ૮પ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ર૩,૩૪૮, એસ એન્ડ પી-પ૦૦ ઇન્ડેકસમાં આઠ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ રપ૭ર પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો. નાસ્ડેક શેરબજાર ઇન્ડેકસ પણ છેલ્લે રેડ ઝોનમાં બંધ થયો હતો. આજથી બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થઇ રહી છે.વૈશ્વિક રોકાણકારની નજર આ બેઠક ઉપર મંડાયેલી રહેશે.

કન્ઝ્યુમર ડયુરેબલ્સ શેર અપ
બજાજ ઇલેકટ્રીકલ ૦.પર ટકા
સિમ્ફની ૦.૪૪ ટકા
ટાઇટન ૧.૧પ ટકા
વ્હલપુલ ૦.૩૦ ટકા
નીલકમલ ૦.૩૭ ટકા

શેરબજારમાં આ શેરમાં ઘટાડો નોંધાયો
ઇન્ફોસિસ ર.૧પ ટકા
ડો.રેડ્ડીસ લેબ્સ ૧.૦૩ ટકા
કોલ ઇન્ડીયા ૦.૯૦ ટકા

શેરબજારમાં આ શેરમાં સુધારો નોંધાયો
એક્સિસ બેંક ર.૬ર ટકા
એચડીએફસી ૦.પ૦ ટકા
ટાટા સ્ટીલ ૦.૪૭ ટકા

You might also like