બેન્કિંગ શેર્સની આગેવાનીએ શેરબજાર શુષ્ક

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઘટાડે ૨૫,૮૦૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૭,૮૨૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

શરૂઆતે તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં સાધારણ સુધારા તરફી ચાલ જોવા મળી હતી. બેન્કિંગ, ઓટોમોબાઇલ્સ, એફએમસીજી, ફાઇનાન્શિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટરમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી. તો બીજી
બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી સેક્ટરમાં સાધારણ સુધારો નોંધાયો હતો.

ગેઇલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, વિપ્રો, હીરો મોટો કોર્પ અને ટીસીએસ કંપનીના શેર્સમાં સાત ટકા સુધીનો સુધારો નોંઘાયો હતો. તો બીજી બાજુ રિલાયન્સ, સન ફાર્મા, હિંદાલ્કો, લ્યુપિન કંપનીના શેર્સ તૂટ્યા હતા.

આ શેર્સમાં સુધારો નોંધાયો

ગેઈલ ૭.૬૭ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ ૨.૦૯ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૮૦ ટકા
વિપ્રો ૧.૩૨ ટકા
હીરો મોટો કોર્પ ૧.૧૮ ટકા

You might also like