શેરબજાર સુધારે ખૂલ્યુંઃ મેટલ સેક્ટર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૧૭ પોઈન્ટના સુધારે ૨૬,૪૬૮ જ્યારે એનએસઈ નિફ્ટી ૩૫ પોઈન્ટના સુધારે ૮૧૬૧ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું. મેટલ, કેપિટલ ગુડ્સ અને ફાર્માસ્યુટિકલ સેકટરના શેરમાં નીચા મથાળે જોરદાર લેવાલી વચ્ચે શેરબજારમાં સુધારો નોંધાયો છે.

મેટલ સેક્ટરમાં આગેકૂચ જારી રહેલી જોવાઈ હતી. આજે ટાટા સ્ટીલમાં વધુ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોલ ઈન્ડિયા અને એમડીએફસી કંપનીના શેરમાં ૧.૩૦ ટકા જેટલો સુધારો જોવાયો હતો, તો બીજી બાજુ હીરો હોન્ડા કોર્પ, એનટીપીસી અને ઈન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૬૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં બેઈઝ મેટલ કોમોડિટીમાં જોવા મળેલ જોરદાર ઉછાળાની અસરથી મેટલ કંપનીના શેરમાં પણ સુધારાની ચાલ જોવાઈ હતી. ઘટાડે સ્થાનિક બજારમાં એફઆઈઆઈની પણ લેવાલી જોવાઈ હતી.

મેટલ સ્ટોક અપ
ટાટા સ્ટીલ ૧.૭૯ ટકા
વેદાન્તા ૦.૯૦ ટકા
સેઈલ ૦.૧૦ ટકા
નેશનલ એલ્યુ. ૨.૩૬ ટકા
જિન્દાલ સ્ટીલ ૧.૦૬ ટકા
http://sambhaavnews.com/

You might also like